________________
શતક ૪૦મું :
४६७ (4) શરીર, ઇન્દ્રિય તથા મન જડ છે અને આત્મા ચૈતન્ય
છે, તેવું ભેદજ્ઞાન થતાં વ્યવહારની માયા તમને કડવી
ઝેર જેવી લાગશે. (5) ઇન્દ્રિયેના તેજાનો, મનની અવળચંડાઈ ધીમે ધીમે
ઓછી કરવી, જેથી આત્માની જાગૃતાવસ્થા તમારા સમ્યફચારિત્રને વધારેમાં વધારે મજબુત કરશે.
ઈત્યાદિક કારણોથી સમ્યગૃજ્ઞાન મળશે. વધશે ત્યારે આત્માનું કુટુંબ નીચે પ્રમાણે રહેશે. આત્માને કુટુંબ પરિવાર ક્યો?
જીવને દ્રવ્ય કુટુંબ અને ભાવ કુટુંબરૂપે બે પ્રકારે કુટુંબ હોય છે, તેમાંથી દ્રવ્ય કુટુંબ પશુને તથા માનવને પણ હોય છે. પશુઓને જ્યાં સુધી સ્તનપાનને સમય હોય છે ત્યાં સુધી જ માતા પ્રત્યે પ્રેમ હોય છે અને તે કાળ પતી ગયા પછી કુટુંબ વ્યવસ્થા પશુઓમાં તથા પક્ષીઓમાં સમાપ્ત થાય છે, ત્યારે જ તે આજને વાછરડે કાલે સાંડરૂપમાં આવ્યા પછી પિતાની માતા ( Mother ) સાથે વ્યભિચારનું સેવન કરી શકે છે. પરંતુ માનવને માટે સર્વશ્રેષ્ઠ માનવતા માનવધર્મ)ની લક્ષ્મણરેખા વચ્ચે આવે છે, તેથી પશુ અને માનવમાં આકાશ અને પાતાલ જેટલું અંતર રહેલું છે. તેથી જ માનવ સમાજને માતા પ્રત્યે માતૃત્વ ધર્મ, પિતા પ્રત્યે પિતૃત્વ ધર્મ, ધર્મપત્ની પ્રત્યે પતિત્વ ધર્મ, સ્વપુરુષ પ્રત્યે પત્નીત્વધર્મ આદિ ધમ્યવ્યવહાર નિર્ણત થયા છે, યદ્યપિ આ વ્યવહાર અનિત્ય, અશાશ્વત અને વિદ્યમાનભવ પૂરતા જ છે, માટે જ આ ભવને પિતા-માતા-પત્ની પુત્ર કે પતિ આવતા ભવને પિતા નથી, માતા નથી, પત્ની નથી,