________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અને જ્યાં મિથ્યાત્વ છે ત્યાં પથાપંડિતેનું ઢગલાબંધ જ્ઞાન પણ અજ્ઞાન જ રહે છે. પરંતુ દીપક કે સૂર્યનું એક જ કિરણ મળતાં ગાઢ અંધકારના પુદ્ગલે પણ તૈજસ અર્થાત પ્રકાશવાળા બનવા પામે છે, તેવી રીતે આત્મામાં સમ્યગ્દર્શનની
જ્યોતિ પ્રગટતાં જ અજ્ઞાન પણ સજ્ઞાન બનતા વાર લાગતી નથી. અજ્ઞાનાવસ્થામાં આંખના ડોળા પૌગલિક પદાર્થો પર સ્થિર રહે છે, જ્યારે સમ્યજ્ઞાનાવસ્થામાં તે આંખ પૌગલિક ભાવેને ત્યાગ કરીને આત્મા પર સ્થિર થાય છે અને જ્ઞાનમાં આધ્યાત્મિકતાને પ્રવેશ સુલભ બને છે. અજ્ઞાન દરમ્યાન માનવનું બૌદ્ધિકતંત્ર શરીર તેમ જ સંસારની માયા તરફ હોય છે, જ્યારે સમ્યજ્ઞાનમાં સંસાર, શરીર અને કુટુંબની વિદ્યમાનતા ભલે રહી પણ તેનું આત્મિક કુટુંબ સર્વથા જુદું જ હોય છે, જેના સંસર્ગથી આત્માને વિકાસ પ્રતિસમયે વધતે રહે છે અને છેવટે કેવળજ્ઞાનની સીમાને પ્રાપ્ત કરાવનાર બને છે.
આવા પ્રકારના સભ્યજ્ઞાનને મેળવવા માટે કે મેળવેલાને ટકાવવા માટે :(1) સંસારની માયા ધીમે ધીમે ઘટાડવી પડશે.
(2) શરીરના સુંવાળાપણું પ્રત્યે બેધ્યાન રહેવું જેથી ભાડાના
મકાન જેવું શરીર તમારા આત્મકલ્યાણને માટે
સહાયક બનશે. (3) ભેગ કે ઉપભેગની સામગ્રી છેડવાની નથી પણ તેને
' મર્યાદિત અને સંયમિત કરવાની છે, જેથી ભેગ અને - ભગવટામાં પણ તમારે આત્મા નિલેપ રહેવા પામશે.