SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (6) ગુફલલેશ્યા : રાગ, દ્વેષ, માન, માયા, લેભ વિનાના હોય. શેક, સંતાપ અને પરનિંદા વિનાના હોય. પરમાત્મ સંપત્તિના રુચિવાળા હોય. ઉપરના પરિણામે ગુફલલેશ્યાના સૂચક જાણવા. પંચેન્દ્રિય સંજ્ઞી જીવેમાં કેટલાક મિથ્યાત્વી, કેટલાક સમવી અને કેટલાક મિશ્ર (સમ્યકત્વ મિથ્યાત્વ) હોય છે. જ્ઞાનગુણની માફક દર્શન પણ આત્માને ગુણ છે જ્ઞાનગુણને જેમ જ્ઞાનાવરણીયકર્મ આચ્છાદિત કરે છે. તેવી રીતે સમ્યક્ત્વસમ્યગદર્શનને પણ મિથ્યાત્વ મેહના અન્તર્ગત દર્શનમેહનીય કર્મ આચ્છાદિત કરનારું હોવાથી, કેઈક સમયે કર્મોના આવરણ જ્યારે ખસે છે, ત્યારે સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં જીવ સમ્યફવી કહેવાય છે અને આવરણે જ્યારે જોરદાર હોય છે ત્યારે જીવ મિથ્યાત્વી હોય છે અને કેઈક સમય એવો પણ હોય છે જ્યારે જીવાત્મા સમ્યક્ત્વ અને મિથ્યાત્વના અધવચ્ચે જ રખડપટ્ટી કરતે હોય છે, તેથી જીવની આન્તરદશા “ગંગા ગયે ગંગાદાસ” તથા “આયારામ ગયારામ જેવી હોય છે. આ વિષય આનાથી પહેલાના ભાગોમાં ચર્ચાઈ ગયેલું હોવા છતાં અતીવ ઉપગી હેવાથી ફરીથી વિચારી લઈએ. મિથ્યાત્વ-મિથ્યાત્વી શરાબપાનના નશાની જેમ મિથ્યાત્વ હોવાથી મેહમદિરામાં મસ્તાન બનેલા જીવોને મિથ્યાત્વી કહેવાય છે. અવ્યવહાર રાશિગત નિગદના છ તથા વ્યવહાર રાશિગત એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય તેમજ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy