________________
૪૫૫
શતક ૪૦મું :
ભવભવાંતરના કુસંસ્કારોને મર્યાદિત કે ક્ષય કર્યા પછી તે સાધક હવે આગળ વધે છે અને જોરદાર પુરૂષાર્થ વડે
સ્ત્રીવેદીને ઉપશમિત કરવા પ્રયત્ન કરે છે. કેમકે અનંત ભમાં આ જીવાત્માએ પુરૂષ વેદ કરતાં પણ સ્ત્રીવેદને ભેગવટો વધારે કરેલું હોવાથી તેના સંસ્કારો પણ જીવાત્માને સ્થિર થવા દેતાં નથી, માટે જ નપુંસક વેદ પછી સ્ત્રીવેદને ઉપશમિત કરવાની ફરજ પડે છે, અને જ્યારે તે સાધક બાજી જીતી લે છે ત્યારે રણમેદાનમાં જીત મેળવેલા રાજાની જેમ સાધકની શક્તિ પણ ચાર ગુણી વધી જાય છે. પરિણામે ક્રમશઃ હાસ્યમહનીય, રતિ મેહનીય, અરતિમહનીય, ભયમેહનીય, શોકમેહનીય અને જુગુપ્સાહનીયને વશ કરવા માટે વધારે પ્રયત્ન કરે પડતું નથી. અનંતાનુબંધી કષાય અને મેહનીયની ત્રણ, આમ સાત કર્મપ્રકૃતિનાં પશમે સમ્યગદર્શન થયા પછી અંતઃકેડાકોડી સાગરોપમના કર્મો શેષ રહે છે. તેમાંથી જ્યારે પલ્યોપમના પપમ જેટલા કર્મોને ઉપશમિત કરવાને પ્રયત્ન કરવામાં આવ્યા પછી સાધક આગળ વધે છે અને પાંચમું ગુણસ્થાનક મેળવે છે. આ ગુણસ્થાનકે પહોંચતા પહેલા નપુંસકવેદ, સ્ત્રીવેદ અને હાસ્યષક કર્મોને દબાવવા પડે છે, તેમને ઉદયકાળ રોક પડે છે. ત્યારપછી જ જીવાત્માને આગળ વધવામાં સુગમતા રહે છે. ગૃહસ્થાશ્રમમાં રહેલા ગૃહસ્થ સાધકને પણ પિતાના ધર્મધ્યાનને ટકાવવા માટે નપુંસકદિ કર્મો છેડવા પડતા હોય છે તે પછી પાંચમા ગુણસ્થાનકથી આગળ વધેલાઓને કે વધવાની ભાવનાવાળાઓને નપુંસકને કે સ્ત્રીને સહવાસ, મજાક, તેની સાથે હસવાનું, કરવાનું પણ ક્યાંથી હોય?
કાળા નાગ જેવા ઉપરના કર્મોને દબાવ્યા પછી તે સાધક હવે પુરુષવેદના સંસ્કારને પણ છેડે છે. તે માટે પ્રયત્ન કરે