________________
૪૫૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કામે લાગે છે કેમકે પુરૂષને પુરૂષવેદ કે પુરૂષ શરીર, સ્ત્રીને સ્ત્રીવેદ કે સ્ત્રી શરીર ચાહે ગમે તેટલું સશક્ત હશે તે પણ અનંત ભવેના ઉપાર્જન કરેલા નપુંસકવેદના સંસ્કારે પણ પુરૂષ અને સ્ત્રીના જીવનમાં વિદ્યમાન હોય છે. ત્યારે જ તે પુરૂષને એક સ્ત્રી પ્રત્યેનું અને સ્ત્રીને એક પુરૂષ પ્રત્યેનું મન ચંચલ થયા વિના રહેતું નથી. માટે જ પુરૂષને પુરૂષવેદ કે સ્ત્રીને સ્ત્રીવેદ ખતરનાક નથી હોતું પરંતુ તે બંનેમાં ગુપ્ત રૂપે રહેલા નપુંસકવેદના સંસ્કારે જ માનવના મનને અવળે રસ્તે ચડાવીને આત્માની સ્થિરતાને સમાપ્ત કરે છે, આ કારણે જ બંને વેદ કરતાં નપુંસક વેદની શક્તિ અજબ ગજબની કહેવાઈ છે.
સંજ્ઞી પંચેન્દ્રિય માનવ માત્રને બે પ્રકારના મન હોય છે. જે દ્રવ્ય કે ભાવ, બાહો કે અત્યંતર, સૂમ કે બાદર (ધૂળ)ના નામે ઓળખાય છે અને બંનેની પાછળ દ્રવ્ય મને વર્ગણ તથા ભાવ મને વર્ગણ નામના પુગલે અને તે તે જ્ઞાનાવરણીય તથા મેહકર્મ કામ કરી રહ્યું હોય છે. માટે જ દ્રવ્ય, બાહ્ય કે સ્થળ મનને વશ કરવા માટે ઘણા કારણે હોઈ શકે છે. જ્યારે ભાવ, અત્યંતર કે સૂક્ષ્મ મનને વશ કરવા માટે મુનિ ધર્મ તથા સમિતિગુપ્તિધર્મ વડે ગુપ્ત પ્રકારે સંચિત થયેલા નપુંસક વેદના સંસ્કારને કાબૂમાં લેવા સર્વથા અનિવાર્ય છે. અન્યથા માનવનું મન, ઇન્દ્રિય, શરીર અને બુદ્ધિમાં ચંચલતા(સ્થિરતાને અભાવ)ને પ્રવેશ થતાં અને ધીમે ધીમે ચંચલતામાં વૃદ્ધિ થતાં તે સાધક ક્યાંય પણ રહેશે નહિ અર્થાત્ “ડુતો અseતો અse:* થવા સિવાય બીજો માર્ગ નથી. આવી સ્થિતિમાં આ વેદના કુસંસ્કારોને વશ કરવા માટે સમ્યગજ્ઞાનની ગસાધના સિવાય બીજો એકેય માર્ગ નથી.