________________
શતક ૪૦મું :
૪૫૩ ખ્યાલ આવે છે કે, પારકા જીની અને પુદ્ગલેની નિરર્થક અને નિષ્ફળ માયામાં હું મારા આત્માને શા માટે બગાડ કરૂં? આ પ્રમાણેને વિચાર આવતાં જ અનંતાનુબંધી કક્ષાની સાથે જ મિથ્યાત્વમેહનીય, મિશ્રમેહનીય અને રામ્યકત્વમેહનીય કર્મોનું જોર દબાઈ જાય છે કે સર્વથા ક્ષય પામે છે. તે સમયે આત્માને સર્વથા અભૂતપૂર્વ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. ત્યારે.. (1) ભયંકર અંધકારમાંથી પ્રકાશમાં આવનારાને, (2) મૃત્યુના મુખમાંથી નીકળીને અમૃત મેળવનારાને, (3) ખૂબ જ ભૂખ લાગે ત્યારે ઘેવર મેળવનારાને, (4) ગળામાં ખૂબ જ શેષ પડ્યાં પછી ઠંડુ પાણી મેળવનારાને, (5) ઠંડીથી ધ્રુજતાને ગરમ કપડું મેળવનારાને જે આનંદ
થાય છે તેના કરતાં પણ સમ્યકત્વને મેળવનારા ભાગ્યશાળીને વધારે આનંદની પ્રાપ્તિ થાય છે.
આવી શક્તિ મેળવી લીધા પછી પણ આત્મા ફરીથી મેહમાયામાં બેભાન બનીને અધ:પતનના માર્ગે ન જાય તે નિયમ તેનું ઉર્ધ્વગમન થયા વિના રહેતું નથી અને તેમ થતાં ધીમે ધીમે તેની વિકાસ શક્તિ પણ દ્વિગુણિત થઈને આત્માને કલ્યાણના રસ્તે મૂકી દે છે.
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થયા પછી જ આત્માના ખજાનામાં રહેલું બધુંય મિથ્યાજ્ઞાન પણ સમ્યજ્ઞાનમાં પરિણત થતાં આત્માની વિચારશક્તિ પણ વધવા લાગે છે અને કષાયેની ઉત્પત્તિમાં સહાયક થનાર, તેને ભડકાવનાર, અધેગમનને ટેકે દેનાર નપુંસકવેદને ઉપશમિત કરવા માટે જ આત્માને પુરૂષાર્થ