________________
४६०
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ નીલ અને કાપત લેશ્યા જાણવી અને સદ્ગતિને પ્રાપ્ત કરનારા અને તેજ-પદ્ધ અને શુક્લ લેગ્યા જાણવી. આ છ વેશ્યાના માલિકેના સ્વભાવે કેવા હોય તેને નિર્ણય આ પ્રમાણે સંગ્રહાયેલું છે. (1) કૃષ્ણલેશ્યા - ' ખાતા-પીતા, ઊઠતા-બેસતાં અત્યંત રૌદ્ર સ્વભાવી હેય.
નિમિત્ત કે વિના નિમિત્ત પણ પ્રતિક્ષણ ક્રોધના અવતારી હેય.
મત્સર, ઈર્ષ્યા, અદેખાઈ આદિ સ્વ-પર ઘાતક વૃત્તિમય
હાય,
નિર્ગુણ નિર્વસી, દયારહિત અને ફૂર હોય. - સમાતીત વૈર-વિરોધ-મારફાટ આદિ તોથી ભરપૂર હેય.
આવા માણસે કૃષ્ણલેયાન માલિક જાણવા. (2) નીડલેશ્યા:
પારકાના કાર્યો કરવામાં આળસુ અને બેદરકાર હોય. કામ, ક્રોધાદિને કારણે બુદ્ધિમાં મંદતા હોય. પરસ્ત્રીમાં નિર્લજજ પ્રકારે આસક્ત હેય. સ્વકીય અને પરકીયને ઠગનાર હોય. ગંદા કાર્યોના કારણે હંમેશા ભયગ્રસ્ત બનેલે હેય.
સદેવ અને સર્વત્ર અભિમાનના ફેંફાડા મારનાર હેય. . આવા જ નીલેશ્વાના સ્વામી જાણવા.