________________
૪૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જીવ મેહકર્મના વેદક જાણવા. કેમકે સત્તામાં પડેલા મેહકર્મના પરમાણુઓને દવા સિવાય બીજે માગ નથી. જ્યારે ઉપશમકને મેહકમ શાંત થઈ ગયેલ હોવાથી, તેમજ બારમે ગુણસ્થાનકે રહેલા ક્ષેપકને મેહકર્મનો ક્ષય થયેલ હોવાથી તેમને મેહકર્મનું વેદન નથી, જ્યારે ઉપશમકને મોહકર્મ સિવાય સાતે કર્મોનું વેદન જાણવું. કેવળજ્ઞાની ચાર અઘાતી કર્મોના વેદક જાણવા. ઇન્દ્રિયેના ઉપગ રહિત હોવાથી કેવળજ્ઞાની પંચે. ન્દ્રિય નથી. અર્થાત અનિન્દ્રિય છે.
પહેલાથી લઈને સૂફમ સંપરાય ગુણસ્થાનક સુધીના જેને મેહકમ ઉદય હોય છે, કેમકે આ કર્મના જબરજસ્ત તોફાનેને રોકવા માટે ઔપથમિક કે ક્ષાવિકભાવ સિવાય બીજા એકેય મંત્ર, જંત્ર, તંત્રની આવશ્યકતા સ્વીકાર્ય નથી.
મેહકર્મની સ્થિતિ કે રસને ઉદય ચાહે ગમે તે તીવ્ર હોય તે પણ જીવાત્મા યદિ આ કર્મને ઉપશમ કરવા ચાહે તે કરી શકે છે. “સખ્ય વ ચારિત્રે ' એટલે કે સમ્યકત્વ અને ચારિત્ર ઔપશમિકભાવ છે. દર્શનમેહનીયના ઉપશમથી સમ્યકત્વની અને ચારિત્રમેહનીયના ઉપશમથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. “સર્વોત્તમઃ મોનીયa” શાસ્ત્ર વચન છે કે મેહનીયકર્મને જ ઉપશમ થાય છે, શેષ કર્મોને ઉપશમ થતું નથી.
સાધકને સાધકતા સધાઈ ગઈ હોય, માનસિક જીવનમાં પાપભીરતા પ્રવિષ્ટ થઈ હોય, દષ્ટિમાં સમ્યબુદ્ધિ હોય, હદયમાં રાગદ્વેષરહિતતા હોય અને રોમેરોમમાં મેક્ષાભિલાષિણી પુરુષાર્થ શક્તિ હોય તે ગમે તે રીતે તેફાને ચઢેલા મેહ રાજાને પરાજય આપતા સાધકને કેટલી વાર?