________________
૪૫૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૨૪) સ્ત્રીવેદમેહનીય. (૫) નપુંસકવેદમેહનીય.
ઉપર પ્રમાણેના ૨૮ ભેદની ચર્ચા વિચારણું આનાથી પહેલા ભાગમાં કરાઈ ગઈ છે.
આમાં સૌથી વધારે જોરદાર, ખતરનાક અને નરકગતિના દ્વાર દેખાડનાર અનંતાનુબંધી ચાર કષાયે છે.
શરાબપાનના જોરદાર નશામાં વિનય, વિવેક, સદ્બુદ્ધિ અને સત્કાર્યો જેમ નાશ પામી જાય છે તેમ અનંતાનુબંધી કષાના કારણે “જનતા માન-અનુવદનત્તિ રૂતિ અનંતાવધિનઃ” એટલે કે જીવાત્માને :
(1) અનંત સુધી રખડપટ્ટી કરાવે. (2) યમદૂતને બેમર્યાદ, બેરહમ માર ખવડાવે. (3) પરમાધામીઓના ડંડા ખવડાવે.
(4) સંબંધિત સંખ્યાત, અસંખ્યાત છ સાથે વૈર બંધાવે.
(5) અઢારે પાપસ્થાનકને ક્રૂરતાપૂર્વક, નિર્દયતાપૂર્વક સેવરાવે તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે. જેની હાજરી દરમ્યાન આત્માની એકેય શક્તિનું ઉદ્દઘાટન થતું નથી.
આ પ્રમાણે આ કષાયના કારણે જીવાત્માએ અનંતભમાં હાર ખાધા પછી કેઈક ભવે આ આત્મા જ્યારે પોતાના પુરૂષાર્થનો વિકાસ સાધે છે ત્યારે અનંતાનુબંધી કષાનું બળ કમજોર પડે છે, તે સમયે આત્માને સમ્યજ્ઞાનના માધ્યમથી