SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પાંચમા, છઠ્ઠા દેવલે કમાં, અનારાચવાળા સાતમા આઠમા દેવલાક સુધી, નારાચ સઘયણુવાળા નવમા—દશમા દેવલાક સુધી, ઋષભનારાચવાળાને અગ્યારમા-બારમા દેવલેાક. જ્યારે વ ઋષભનારાચવાળા સાધક, નવથૈવેયક, અનુત્તર વિમાન છેવટે મેક્ષ મેળવવાને માટે પણ સમર્થ બને છે. જીવાત્મા ચરમ શરીરી હાય છતાં પણ પ્રારંભમાં ક્ષપકશ્રેણી માંડવા જેટલી પુરૂષા શક્તિ મેળવેલી ન હેાવાથી, ઉપશમની ખ'ડ શ્રેણી માંડે છે, પણ આયુષ્ય કેવળ તેમનું સાત લવ જેટલું જ શેષ રહ્યું હોય ત્યારે ત્યાંથી એટલે અગ્યારમા ગુણસ્થાનકથી પડીને સાતમે ગુણસ્થાનકે આવે છેઅને આત્માની અભૂતપૂર્વ શક્તિનુ ઉદ્ઘાટન કરી ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે. ત્યાર પછી સાતલવ દરમ્યાન જ અગ્યારમું ગુરુસ્થાનક પ્રાપ્ત કર્યાં વિના જ બારમે ક્ષીણમેહ ગુણસ્થાનકે આવીને ઘાતી કર્માંના સમૂળ નાશ કરી બારમા અને તેરમાની વચ્ચે કેવળજ્ઞાન મેળવીને અન્તઃકૃત્ કેવળી એટલે તરત જ શેષ આયુષ્ય પૂર્ણ કરે છે અને જન્મ-જરા તથા મૃત્યુના નાશ કરી, મેાક્ષમાં બિરાજમાન થાય છે. એક મુહૂત (બે ઘડીમાં) ૭૭ની સંખ્યામાં લવ હોય છે. માટે સાત લવ એટલે મુહૂત ના અગ્યારમા ભાગ સમજવે. મેાહુકમની તિવ્રતા કેટલી ? આઠે પ્રકારના કર્માંમાં મેાહુકમ જબરજસ્ત તાકાતવાળુ છે અને તેના એક એક સૈનિક પણ તાકાતપૂર્ણ હાવાથી સાધકને આગળ નહીં વધવા દેવામાં કે આગળ વધેલાને પીછે. હુઠ કરાવીને અધઃપતનની ઉંડી ખાઈમાં પટકી દેવામાં પ્રતિસમય રાહુ જોઇને તૈયાર જ બેઠેલા હાય છે. તે મેાડુરાજાના
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy