________________
શતક ૪મું :
૪૪૭ પ્રમાદી સર્વવિરતિધર કરતાં પણ ખૂબ જ આગળ વધી ગયા હોવા છતાં પણ નવા નવા કર્મોનું બંધન તથા જુના કર્મોનું વેદન પણ કરતાં હોય છે. આ વાતને સૂત્રાનુસારે જ જોઈએ. પંચેન્દ્રિય જીવે શું કર્મોના બંધક છે? ' હે પ્રભે ! કૃતયુગ્મકૃતયુગ્મ રાશિ સંપન્ન પંચેન્દ્રિય સંજ્ઞી જ વેદનીય કર્મ સિવાય બીજાની કર્મોની પ્રકૃતિઓને બાંધે છે? કે નથી બાંધતા?
સામાન્ય પ્રકારે આપણે એટલું જ જાણતા હોઈએ છીએ કે સર્વ પ્રતિ સમયે કર્મોનું બંધન, વેદન, અનુભવ અને નિર્જરા કરતાં જ હોય છે, પણ આ પ્રશ્નોમાં ખાસ વિશેષતા એ છે કે, વેદનીય કર્મ વિના બીજા કર્મોને બાંધનારા કણ કણ છે? અને કેણ નથી? ' જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, હે ગૌતમ! જે પુણ્ય પવિત્ર મહાપુરુષે પોતાની મોક્ષાભિલાષિણી પુરૂષાર્થ શક્તિવડે ઉપશાંતમૂહ, ક્ષીણમેહ, સગી (કેવળી) અને અગી નામના ચાર ગુણસ્થાનકે બીરાજમાન થવામાં ભાગ્યશાલી બન્યા છે, તેઓ જ વેદનીયકર્મ સિવાય બીજા કર્મોના બંધક એટલે તે તે સાતે કર્મોના બાંધનારા હોતા નથી. કેમકે ધર્મધ્યાનની પુષ્ટિ આ સ્થાને સારામાં સારી થઈ જવાના કારણે સાતમું અપ્રમત્ત ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે, ત્યાંથી પણ આગળ વધતે સાધક મુનિ આઠમે અપૂર્વકરણ ગુણસ્થાનકે આવતાં યાદ તે ઉપશમક છે, તે ઉપશમશ્રેણી (આ ગુણસ્થાનકના સાત ભાગ હોવાથી પહેલા ભાગથી જ ઉપશમણુને પ્રારંભ થાય છે) અને ક્ષપક હોય તે ક્ષપકશ્રેણીને આશ્રય લે છે. આવા ઉપશમકે,