________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અનંત સંસારમાં રખડપટ્ટી કરતાં જીવને પોતાના આત્માનું દર્શન તથા તેના શુદ્ધિકરણના જ્યાં સુધી ખ્યાલ ન આવે
ત્યાં સુધી ઘાંચીના બળદીયાની જેમ તે આત્માની ભ્રમણકક્ષા કેઈ કાળે મટતી નથી. દષ્ટિવાદેપદેશિકી સંજ્ઞા
પ્રસ્તુતમાં દષ્ટિને અર્થ આંખ કરવાનું નથી. કેમકે ચાર અને પાંચ ઇન્દ્રિયવાળા જીવને પણ આંખ મળેલી હોય છે. પણ શરીરરૂપી ભાડાના મકાનમાં રહેલા આત્માનું દર્શન કરી શકે, કે કરાવી રાકે તેવી તાકાત ચામડાની આંખમાં હોતી નથી; કેમકે અનંત-અનંત કર્મોની વર્ગણામાં ફસાઈ ગયેલે આત્મા અતીન્દ્રિય હોવાથી ચર્મચક્ષુને માટે સર્વથા અગોચર જ રહ્યો છે, તેમ છતાં મેલું વસ્ત્ર ઠંડા પાણીમાં લાંબા કાળ સુધી રહે છતાં કંઈ ને કંઈ મેલ ઢીલું પડે છે તથા કંઈક છૂટી પણ જાય છે અને ગરમ પાણીમાં મેલ વધારે નીકળે છે, તથા સર્ક પાઉડર સાથે મિશ્રણ કરેલા પાણીમાં સાવ મેલું કપડું પણ ઉજળું બનવા પામે છે, તેવી રીતે યથાપ્રવૃતિકરણ, અપૂર્વ કરણ અને અનિવૃત્તિકરણ દ્વારા, આત્મા પર લાગેલા અનંતાનુબંધી કષાના ચીકણું પાપ મેલ પણ છેવાઈ જાય છે ત્યારે આત્માને સમ્યગદર્શનની પ્રાપ્તિ થાય છે. આવા સમદષ્ટિ સમ્પન્ન આત્માને પુરૂષાર્થ ક્ષેમુખી હેવાથી અંતઃ કડાકડી સાગરોપમના કર્મોમાંથી પણ દેશવિરતિ તથા સર્વવિરતિ કર્મોના બાધક કર્મોને નાબુદ કરતે આત્મા ઘણો જ આગળ નીકળી ગયું હોવાથી, સર્વવિરતિ ચારિત્રના પર્યાયની શુદ્ધિમાં પણ ખૂબ જ જાગૃત; સાવધાન અને અપ્રમાદી બનવા ઉપરાંત મૌનધારી બનીને સમય પસાર કરતે હોય છે. યદ્યપિ આ જીવાત્માઓ, અનંતાનંત મિથ્યાત્વીએ, દેશવિરતિરો તથા