________________
૪૪૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ - આ કારણે જ દયાના સાગર તીર્થંકર પરમાત્માઓએ ગૃહસ્થને પણ ૧૫ કર્માદાનના વ્યાપારને ત્યાગ કરવાનું કહ્યું છે. પરંતુ પરિગ્રહ સંજ્ઞાના ગુલામ ભગવાનની વાણીને તિરસ્કાર કરીને હિંસક માર્ગને સ્વીકાર કરે છે અને આવનારા ભમાં ત્યાં ત્યાં અવતાર લે છે. આ જીવને દ્રવ્યમન હતું નથી, કેમકે પૂર્વભવમાં માયાવશ બનીને કેટલાય ના માનસિક પરિણામ અને પ્રવૃત્તિઓને તેડાવેલી કે બગાડેલી હેવાથી મન:પર્યાપ્તિ નામકર્મની નિકાચના કરવા જેટલી લાયકાત તેમનામાં હતી નથી, માટે મન:પર્યાપ્તિના અભાવમાં દ્રવ્યમનની પ્રાપ્તિ થતી નથી, તેમ છતાં આ જ જે નવા કર્મોનું બંધન કરે છે તે ભાવમનને આભારી છે. જીવ માત્રને કામણ શરીરના કારણે ભાવઈન્દ્રિ અને ભાવમનની વિદ્યમાનતા જૈન શાસનને માન્ય છે.
જ
શતક ૩૯ શું સમાપ્ત
.