________________
૪૩૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ત્યારે જ માનવ માત્રને ભૂતકાળની સ્મૃતિ થઈ જતાં વાર લાગતી નથી. કારણ કે માનવ સ્વભાવ જ એ રહ્યો છે કે ભૂતકાળ ખરાબ રીતે પસાર થયો હોય તે પણ વર્તમાનકાળ તેના કરતાં પણ વધારે ખરાબ દેખાય ત્યારે ભૂતકાળ પાછો ભવ્ય લાગે છે. માટે જ ભારત દેશને અંદર અવાજ કાંઈક આ પ્રમાણે છે. (1) બ્રિટીશરોના રાજ્યમાં દેશની બેન બેટીઓને, વ્યાપારી
એને, તથા સાધુ સંતેને કઈ પણ જાતને ભય હતે
નહીં. જ્યારે આજે પ્રજા ત્રસ્ત છે, બેન બેટીઓ ત્રસ્ત છે. (2) તે સમયે ન્યાયતંત્રની પવિત્રતા, શિક્ષણલની સ્વચ્છતા,
અને સંરક્ષક સ્થાનની કર્તવ્યનિષ્ઠતાના કારણે દેશને નાગરિક બિનધાસ્ત સૂઈ શક્યું હતું. વિદ્યાર્થિઓના જીવનમાં આજના જેવી સ્વછંદતા ન હતી અને સૈનિક
પ્રજાના રક્ષણમાં બેધ્યાન ન હતાં. (3) તેમ છતાં પણ બ્રિટીશરને દેશમાંથી ભગાડી શકાય.
પરંતુ આજે ગઠબંધીના કારણે વિચિત્ર પ્રકારે પરાધીન બનેલા ભારત દેશને કર્તવ્ય દિશામાં લાવવા માટે પ્રત્યેક પ્રાંતમાં જુદા જુદા મહાત્મા ગાંધીના અવતારે થાય તે પણ તેમને સફળતા મળી શકે તેમ નથી.
ઈત્યાદિ અગણિત પ્રકારોમાં દેશની જનતાના અવાજે સાફ સાફ સંભળાઈ રહ્યાં છે. પણ એકેયને યાવત્ વિનોબા ભાવે જેવાને પણ અવાજ સાંભળનાર અત્યારે માઈને લાલ કેઈ નથી.