________________
૪૩૭
શતક ૩૯મું :
(11) કોઈ પણ દેશના અધઃપતન કે ઉન્નતિમાં ડબલ ગ્રેજ્યુએટ થયેલા મિનિસ્ટરે કરતાં પણ વધારેમાં વધારે અસરકારક ન્યાયાલયે, સૈનિકે અને શિક્ષણ સંસ્થાને હોય છે. ભારત દેશની કમનશીબી હતી કે સ્વરાજ્યના ઝંડા ફરકાવ્યા બાદ તરત જ આ ત્રણેમાં શિથિલતા આવતી ગઈ છે. ન્યાયાધીશ, સરસેનાપતિઓ કે પ્રિન્સીપાલે ગમે તેવા ઉચ્ચ ખાનદાનના અને પ્રામાણિક હેય તે પણ સરકારી તંત્રની અકર્મણ્યતાના કારણે તે ત્રણેમાં પણ કેવળ કાગળ કાર્યવાહીથી અતિરિક્ત બીજું કંઈ પણ કરવાનું રહ્યું નથી. પૈદલ વિહાર કરીને ગામડે ગામડે કે શહેરમાં વિચરનારા જૈન મુનિઓને જ અનુભવ છે કે-સામે દેખાતે માનવ ચેકકસ ખુની છે, બદમાશ, છે, બળાત્કાર કરનાર છે. સિપાહીઓ તેને પકડે છે. ન્યાયાધીશ સામે કે સેનાપતિ સામે ઉભે રાખે છે. તેઓ સત્ય નિર્ણય કરે તે પહેલાં જ રિશ્વતથી ગજવા ભરાયેલે, લેભાગુ પેળી ટોપી પહેરીને ન્યાયાધીશના કાનમાં ફૂંક મારે છે અને અસલી ચેર કે બદમાશ નિર્દોષ તરીકે સાબીત થાય છે અને છુટી જાય છે. હેડ માસ્ટરો તથા પ્રિન્સીપાલે વિદ્યાર્થીઓના હાથે માર ખાય છે, સિપાહીને પબ્લીક મારે છે, ઈત્યાદિ પ્રસંગમાં અસલી તત્વને નિર્ણય કરતાં આપણને ખબર પડે છે કે મિનિસ્ટરે જ જ્યાં પિતાની સ્વાર્થાન્ધતામાંથી બહાર આવતાં નથી તે પછી તેઓ જનતામાં ન્યાયતંત્રની સ્થાપના કઈ રીતે કરશે? કોણ કરશે? પ્રાન્તીય કે કેન્દ્રીય મંત્રી કરશે? આને જવાબ ભગવાનના સુદર્શન ચક્ર સિવાય બીજા કોઈની પાસે નથી. - ઈત્યાદિ અગણિત કારણેથી સર્જાયેલા કાર્યોને જોયા પછી ભારત દેશ સ્વતંત્ર છે તેમ કહેવું વ્યાજબી નથી.