________________
૪૩૬
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
એફીસેા, તેમની સેવામાં ઉચ્ચસ્તરીય સેકડો માનવા છે, ઉપરાંત મુસાફરીખ ના પૈસા તેમના ગજવામાં આવે છે, આમ જેમની પાછળ ભારત દેશ લાખા અને કરાડી રૂપીઆના પગાર વ્યય કરે છે, તેમ છતાં પણ ગાડીએના અકસ્માતમાં હજાર માણસો મરી રહ્યાં છે, એન એટીએની ઈજ્જત લુંટાઈ રહી છે, ખાવા પીવાની વસ્તુઓની મેઘવારીના પાપે જનતા બેહાલ અવસ્થા ભગવી રહી છે, સૈનિકો અને સીપાઇએની આંખ સામે અત્યાચાર, દુરાચાર, લુંટ, મારા મારી તથા ગુનાહિત કાર્યાં થઈ રહ્યાં છે, તે પણ કોઇને પડી નથી. કેન્દ્રના મત્રીએ જ જ્યારે પરસ્પર રણમેદાને ચઢી રહ્યાં હાય ત્યારે બિચારા સૈનિકો શું કરે? અનાજ માટે ખેડુત તૈયાર નથી પણ રોકડીયા પાક માટે સૌ લાલચુ બની રહ્યાં છે. કલેકટરા, મામલતદારો પણ મંત્રીઓના કારણે કિંકર્તવ્યમૂઢ થઇને દેશની બેહાલ અવસ્થા જોઇ રહ્યાં છે.
પકવવા
(10) મશીનરીના યુગમાં ભારતદેશની આધ્યાત્મિકતાને કેટલી હાનિ કે લાભ થયા છે તે તે ઇતિહાસકારો નિર્ણીય કરશે, પરંતુ પ્રત્યક્ષ અનુભવાતી સત્ય હકીકત છે કે દેશના નાના મેાટા ઉદ્યોગપતિએમાં પરસ્પર હરિફાઈ, સ્પર્ધા અને પ્રતિસ્પર્ધાના જન્મ ચાક્કસ થયા છે, જેના કારણે દેશની મેટી શક્તિ અને મુડી તેમના ગજવામાં હાવાથી કેન્દ્ર કે પ્રાંતના મિનિસ્ટરો પણ તેમની હથેલીમાં રમતા હોય છે. પરિણામે તે બ ંનેની ગઠબધી મજબુત થાય છે. આના જ અભિશાપે શ્રીમતાની તિજોરીને વાંધા ન આવે તેવા જ કાયદા ઘડાય છે, ન્યાયતંત્રા ઢીલા પડે છે, રક્ષકદલમાં કત્ત બ્યરહિતતાના પ્રવેશ થાય છે, પરિણામે મોટા ઉદ્યોગપતિઓના એક ગજવામાં સરકારી તંત્ર અને બીજા ગજવામાં દેશના મિનિસ્ટી કેદ થઇને પડ્યાં છે.