________________
૪૩૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (3) પ્રત્યેક પ્રાંતના મંત્રીઓ અને કેન્દ્રના મંત્રીઓ પણ પિતાને અહમિન્દ્ર માનીને એક બીજાની સત્તાને લલકારી રહ્યાં છે, એટલું જ નહીં પણ એક બીજાના ચૂડીદાર પાયજામા કે પેન્ટ ખેંચી રહ્યાં છે.
(4) ભારત માતાની, ગાંધી બાબાની, દેશના ગરીબની કે મધ્યમ વર્ગોની ચિંતાએ ચિતામાં જઈને–બળીને સર્વથા અલવિદા લીધી છે.
(5) પાપી, રિશ્વત તથા કાળાબઝારનું કાળું નાણું સૌના પેટમાં કૂદકા મારી રહેલું હોવાથી દેશના સત્તાધારીઓ અને શ્રીમંતે કુદરતાના વૈરી બન્યા છે, માટે જ તેમના જીવનમાંથી–
માનવતા ગઈ અને દાનવતા આવી, દયા ગઈ અને ક્રૂરતા આવી, પ્રેમ ગયે અને સ્વાર્થ આવ્યું.
પરિણામે ભારતદેશના ભાગ્યમાં મેઘરાજા પણ રીસાયે, નદીઓ, મહાનદીઓ પણ રીસાઈ તથા અતિ વૃષ્ટિ અને અનાવૃષ્ટિની મર્યાદા પણ સમાપ્ત થઈ છે. | ( 6 ) પાપના પૈસાથી ખરીદેલા તેલ, ઘી, સિંદર, સેના-ચાંદીના વરખ, ફળ-ફૂલ (મુખ્ય), મેવા, મિષ્ટાન્નના છપન ભેગ લઈને તથા હજારો મણ ઘી તથા અગણિત નાળિયેરના ભેગથી તૃપ્ત કે અતૃપ્ત થયેલા કલિયુગના ભગવાન પણ જાણે શેષશય્યા પર આરામ ન કરતાં હોય! માટે જ ભારતદેશના ગરીબ બધી રીતે પરેશાન છે. બેમેતે મરી રહ્યાં છે, ભૂખે મરી રહ્યાં છે, જ્યારે ભારત દેશના