________________
૪૩૪
શિતક ૩૯મું : - લગભગ છ કે સાત શતાબ્દીઓથી સર્વથા પરાધીન બનેલા ભારત દેશને મહાત્મા ગાંધીએ (ગાંધી બાબાએ) અહિંસક વૃત્તિઓથી અને પ્રવૃત્તિઓથી સ્વાધીનતા પ્રાપ્ત કરાવી અને તેમના જ ચેલા ચાપટો પેળી ટોપી પહેરીને ભારત દેશના રાજ્યસત્તાધારીઓ બન્યા. પરંતુ અફસેસ છે કે સત્તાની ખુરશી હાથમાં આવ્યા પછી તરત જ લાખે અને કરડેની સંખ્યામાં વાંદરાઓ, ભંડે, ગાય, બળદ, પાડા, ઘેટાબકરાઓ, વાઘ-દીપડાઓ, માર, ઉંદરડાઓ અને છેવટે દેડકાના પગે અને જીવતી ગાયના ચામડાના વ્યાપાર દ્વારા હુંડીયામણ કમાવાના મહા હિંસક પાપકાના માર્ગે ચાલ્યા. જેને મહાપાપે લાખે-કરોડો રૂપીઆ તથા લાખો ટન ઘઉં આદિ પદાર્થો ભારતમાં આવ્યા અને આપણા પેટમાં તેની પધરામણી થઈ. ફળ સ્વરૂપે ૩૨-૩૩ વર્ષોથી સ્વતંત્ર-સ્વાધીન બનેલા ભારત દેશની બેહાલ અવસ્થાઓને આપણે સૌ સગી નજરે જોઈ રહ્યા છીએ અને જોગવી રહ્યાં છીએ. તે આ પ્રમાણે -
(1) કોલેજ તથા હાઈસ્કૂલનું સહશિક્ષણ, વ્યાપારી ધોરણે ચાલતા સિનેમા, ટેલીવિઝન, રેડિઓ આદિના માધ્યમથી ઉત્તેજિત થઈને વ્યાપક બનેલી કામવાસનાના કારણે ભરબઝારમાં કે અન્યત્ર સ્થળે બહેન બેટીઓના શિયળ લુટાઈ રહ્યાં છે, છતાં પણ સત્તાધારીઓ આંખ આડા કાન કરીને નિરાંતે બેઠા છે.
(2) શિથિલ બનેલી રાજ્યસત્તાના પરિપાકે માણસ માણસને દુશમન છે, એક શ્રીમંત બીજા શ્રીમંતને તથા એક પ્રાંતને પ્રધાન મંત્રી બીજા પ્રાંતના પ્રધાન મંત્રીને વૈરી છે, વિરોધી છે.. .
. .