________________
શતક ૩૪ : ઉદેશે–૩
પરંપરે પપન્નક એકેન્દ્રિય માટેની વક્તવ્યતા:
એકેન્દ્રિયાવતારને ધારણ કર્યો જેને બે સમયાદિ થઈ ગયા હોય તે પરંપરપન્નક કહેવાય છે. ગૌતમસ્વામીજીના પૂછવાથી ભગવંતે ફરમાવ્યું કે-હે ગૌતમ! પૃથ્વીકાયથી વનસ્પતિકાય સુધીના જ સૂક્ષમ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપે ચાર પ્રકારના જાણવા.
હે પ્રભો! તેમને સૂક્ષ્મ અપર્યાપ્તક પૃથ્વીકાયિક યાદી રત્નપ્રભા નરકની પૂર્વ દિશાના ચરમાંતથી સમુદ્દઘાત કરી પશ્ચિમ ચરમાતે ઉત્પન્ન થાય તે કેટલે સમય લાગે? જવાબમાં ભગવંતે કહ્યું કે–વિગ્રહગતિથી તે જીવે ૧-૨-૩-૪ સમયમાં ઉત્પાદ કરી લે છે. વિશેષ એટલે કે ઉત્તર લેકના ચરમાંતથી સમુદ્દઘાત કરે અને પશ્ચિમ ચરમતમાં ઉત્પન્ન થવાવાળાને એક સમયને વિગ્રહ હોતું નથી. આ જ આઠે પૃથ્વીઓમાં સ્થિત છે. શેષ પૂર્વવત્,
•
શતક ૩૪માને ઉદેશે ત્રીજે સમાપ્ત છે