________________
४०६
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ તેથી કર્મોનું બંધન તુલ્ય કહ્યું છે અને પહેલાના કરેલા કર્મોને હીન કરે છે, અથવા અધિક કરે છે. યદી અધિક કર્મોને કરે તે પરસ્પર તુલ્ય થઈને પણ પૂર્વકર્મની અપેક્ષાએ વિશેષાધિક હોય છે. માટે તુલ્ય અને વિશેષાધિક બે વિશેષણે તેમને કહ્યાં છે.
બીજા પ્રકારના છ સમાનાયુષ્ક છતાં પણ જુદા જુદા સમયે ઉત્પન્ન થવાથી તેમના વેગે વિષમ હોય છે, માટે કર્મોનું બંધન પણ વિશેષાધિક છે. જ્યારે ત્રીજા પ્રકારના જીવે વિષમાયુષ્ક અને એક સાથે જન્મેલા હોવાથી તુલ્ય વિશેષાધિક કર્મોને બાંધે છે. સાથે જન્મેલા હોવાથી વેગસમાન હોય છે, માટે કમેને તુલ્ય તથા વિશેષાધિક કરે છે અને ચોથ પ્રકારના છ વિષમ વિશેષાધિક કર્મોને ઉપજે છે.
ઉપર્યુક્ત એકેન્દ્રિય જીવની વક્તવ્યતા સાંભળીને ગૌતમસ્વામીજી ઘણું જ પ્રસન્ન થયા અને પરમાત્માને ભાવપૂર્વક વંદના તથા પંચાંગ નમાવીને દ્રવ્યવંદના કરે છે અને સ્તુતિ કરતાં કહ્યું કે –હે પ્રભે! આપશ્રી જ સાચા યથાર્થવાદી છે, માટે સર્વજ્ઞ છે, તીર્થકર છો. સર્વદશી છે, દેવાધિદેવ છે , ઈશ્વર છે.
“ શતક ૩૪ ઉદેશો ૧લે સમાપ્ત