________________
४०४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
પરિગ્રહાસક્ત બનીને તથા તૈયે (તિર્યંચગતિના જી) વિવેક વિનાના હોવાથી એક બીજાને ભક્ષ્ય તથા ભક્ષક બનીને હિંસકમી હોવાથી એકેન્દ્રિયાવતાર જ તેમના ભાગ્યમાં રહે છે.
શેષ વાતે પ્રજ્ઞાપના સૂત્રના વ્યુત્ક્રાંતિપદથી જાણવી. એકેન્દ્રિય જીવોને સમુદઘાત કેટલા?
જવાબમાં ભગવંતે કહ્યું કે વેદના-કષાય-મારણાંતિક અને વૈક્રિય સમુઘાતે ચાર હોય છે. વૈકિય સમુદુઘાત વાયુ કાયને આશ્રયી સમજવું. શેષને ત્રણ. એકેન્દ્રિયને કર્મબંધની વિશેષ વક્તવ્યતા :
આ વિષયને અનુસંધાન કરીને ગૌતમસ્વામીએ ચાર પ્રશ્નો કર્યા છે. તે આ પ્રમાણે - (1) એકેન્દ્રિયાવતારને પ્રાપ્ત કરેલા અને પરસ્પર જેમની
આયુષ્ય સ્થિતિ તુલ્ય છે, તેઓ શું કર્મોનું બંધન તુલ્ય કરે છે? કે વિશેષાધિક? પરસ્પરની અપેક્ષાએ સમાનવ હોવાથી ફરીથી બંધાતા કર્મો શું તુલ્ય હોય છે? કે પૂર્વકાળમાં બાંધેલા કર્મોની અપેક્ષાએ અસંખ્યાતમા
ભાગ આદિને લઈ વિશેષાધિક છે? (2) તુલ્ય સ્થિતિક છે જુદા જુદા વિશેષાધિક કર્મને બંધ
કરે છે? એટલે કે આયુષ્ય મર્યાદા સમાન હોવા છતાં પણ કેટલાક એકેન્દ્રિયે અસંખ્યાતમા ભાગરૂપ વિશેષ,
કે-કેટલાક સંખ્યાત ભાગરૂપ વિશેષ કમેને બાંધે છે? (3) આયુષ્ય મર્યાદા ભિન્ન ભિન્ન હોવા છતાં તેઓ પરસ્પર
શું કર્મોનું બંધન તુલ્ય કરે છે? કે-વિશેષાધિક કરે છે?