________________
૪૦૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ વાયુકાયિકને પણ જીવમાત્રનું જીવન મારાથી થઈ રહ્યું છે તેવી બુદ્ધિ તેમને છે જ નહી.
વનસ્પતિકાયિકમાં સ્થિત આંબા, મહુડા આદિ ઝાડેને તે વિવેક ક્યાંથી હોય કે “મારૂં છેદન થઈને પણ મારા શરીરથી પાત્રાઓ, તરાણીઓના નિર્માણ દ્વારા મુનિરાજે અહિંસક જીવન જીવી રહ્યાં છે. મારાથી બનેલા ઔષધે સૌને નિરોગી રાખી રહ્યાં છે.
ઉપર પ્રમાણેના ભાવે તે જીવેને ન હોવાના કારણે તેમને દાનાન્તરાયકર્મને ક્ષયપશમ માને ઠીક નથી.
(૯) શ્રેત્રેન્દ્રિય વધ્ય-મનુષ્યાવતારમાં મેહમાયા વશ બનીને પારકાઓની ભૂંડાઈ કે પારકાઓના પાપને સાંભળીને જીવન પસાર કરેલું હોવાથી મહાભયંકર રૂપે બાંધેલા પાપકર્મોના ઉદયે ઉપાર્જન કરેલા એકેન્દ્રિયાવતારને જીને કાન ઇન્દ્રિયને સર્વથા અભાવ હોય છે.
(૧૦) ચક્ષુરિન્દ્રિય વધ્ય-પારકાના ભૂંડા પાપકર્મો જોઈને બાંધેલા પાપકર્મોથી વજનદાર બનેલા જીવાત્માઓ એકેન્દ્રિયાવતારને પામે છે, જ્યાં તેમને આંખ ઈન્દ્રિયને સર્વથા અભાવ હોય છે.
૧૧) ઘ્રાણેન્દ્રિયવધ્ય-પૂર્વોપાર્જિત કર્મના કારણે નાકને પણ અભાવ વર્તતે હોય છે.
(૧૨) રસનેન્દ્રિયવધ્ય-પારકા જીની ભૂંડાઈ બેલીને, બીજાઓને શાપ આપીને તથા અભક્ષ્યાદિ ખાન-પાનમાં જીવન યાપન કરીને મહાન ચીકણું કર્મોને બાંધનારા છ એકેન્દ્રિય બને છે, જ્યાં તેમને જીભ ઈન્દ્રિય હોતી નથી.