________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૪૦૧ જવાબમાં જાણવાનું કે તેઓ નિકૃષ્ટતમ પાપકમી હોવાથી મિથ્યાત્વમય છે, માટે તેમનામાં ત્યાગની ભાવના ક્યાંથી હોય? અને ત્યાગની ભાવના વિનાનું દાન તે દાન શી રીતે કહેવાય? કારણ “વાકીય પ્રશાંત માન સ્વસ્થ થવું તે ત૬ રાન” પોતાના પવિત્ર ભાવ વડે મારી આ વસ્તુઓ બીજાને કામે આવે તેમ સમજીને જે દેવાય તે દાન છે. આ વ્યાખ્યાથી આપણે જાણી શકીએ છીએ કે દાનભાવથી અપાતું દ્રવ્ય દાન છે.
પૃથ્વીકાયાદિક જીવોને તે ભાવ હોતું નથી. આબાના ઝાડમાં રહેલા જીને પણ પોતાની ડાળ, ફળ આદિ કઈ કાપે અને મારા મીઠા મધુરા ફળ બીજા ખાય તેવી કલ્પના પણ તેમને હોતી નથી, માટે તેઓ આખાને આખા કપાઈ જાય, છેદાઈ જાય, બફાઈ જાય તે પણ અકામ નિજેરાથી અતિરિફત બીજુ કંઈ પણ ફળ તેમના નશીબમાં નથી.
ઘેરાતિર મિથ્યાત્વના કારણે પૃથ્વીકાયના જીને આવે ભાવ નથી થતું કે મારી માટીના બનેલા ઘડાઓથી અરિહંત પરમાત્માઓને અભિષેક કે મુનિરાજોને તથા તપસ્વીઓને પીવા માટે પાણી ભરવામાં કામે આવતા મારો જન્મારે લેખે લાગશે.
અપકાયના જીવે પણ મારા પાણી વડે કે મારું શરીર અરિહંતના ચરણને સ્પર્શ કરીને પવિત્ર બનશે, કે અચિત થઈને પણ મુનિરાજેના મહાવ્રતાદિના પાલનમાં મારે ઉપગ મારા જીવનનું કલ્યાણ કરાવશે, તે ભાવ તેમને મુદલ હોતું નથી.
અગ્નિકાયિકને પણ તે ભાવ નથી કે મારા વડે ચરાચર ‘સસાર જીવિત રહે છે, અથવા અરિહં તેના મંદિરમાં ધૂપદાણા તરીકે મારે ઉપગ થઈ રહ્યો છે.