________________
શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ - (૧) જ્ઞાનાવરણીયકર્મ-જ્ઞાનના અનંતમે ભાગે હીન હોય છે અને તે કર્મને ઉદય ઘણે જ વધારે છે.
(૨) દર્શનાવરણીયકર્મ-સર્વથા નિકૃષ્ટતમ દર્શનેવરણીય કર્મવાળા છે.
(૩) વેદનીયકર્મ–તીર્થંકર પરમાત્માના જન્મકાળ દરમ્યાન એક સમયને છેડી શેષકાળ અસાતવેદનીય કર્મને ભેગવનાર છે.
(૪) મેહનીય કર્મ—દશ બેટલ શરાબ પીધા પછી સર્વથા બેભાન બનેલા માનવની જેમ આ પૃથ્વીકાયિક જીવે મહકર્મથી સર્વથા દબાઈ ગયેલા હોવાથી શક્તિહીન છે.
(૫) આયુષ્યકર્મ-તિર્યંચ આયુષ્યકર્મની બેડીમાં સપ ડાયેલા છે.
. (૬) નામક–અશુભ નામકર્મના ઉદયથી એકેન્દ્રિય જાતિનામકર્મ, સૂમ નામકર્મ અને અપર્યાપ્ત નામકર્મના ઉદયવાળા છે.
(૭) ગેત્રકમ–નીચત્રકર્મ સત્તામાં પડેલું છે.
(૮) અંતરાયકર્મ–પાંચ પ્રકારના અંતરાને તીવ્રતમ ઉદય વર્તતે હોય છે.
નોંધ -કદાચ કેઈએમ કહે કે પૃથ્વી સૌને માટી આપે છે, જેમાંથી વાસણું માટલા આદિ બને છે. અપકાયના જીવે સૌને પીવા માટે પાણી આપે છે અને ચરાચર સંસાર પિતાના જીવિતનું રક્ષણ કરે છે. અગ્નિકાય સૌને ગરમી આપે છે, વાયુકાય સૌના જીવનને સહાયક બને છે. વનસ્પતિકાયિક છે, બારીબારણું, પાટપાટલા, ઔષધ, ધાન્ય અને ફળ વગેરે આપે છે તે શું તેઓ દાનાંતરાયકર્મના ક્ષપશમના માલીક નથી?