________________
૩૯૯
શતક ૩૪મું : ઉદ્દેશક-૧ ભૂંડી હોય છે, તેને વશમાં લેવા માટે અસંયમી આત્મા પાસે એકેય આધ્યાત્મિક શક્તિ હોતી નથી. માટે જ આ જીવો ગમે ત્યારે અને ગમે તેવી પરિસ્થિતિમાં પણ રણમેદાનની પરિસ્થિતિ ઉભી કરી શકે છે અને અવસર જોઈને ઘા કરી લેતા વાર લગાડતા નથી. વિષયવાસનાના ભેગવિલાસમાં મસ્ત બનીને ગમે તે માગે પણ ઇન્દ્રિયેના ઘોડાઓને તેફાને ચડાવી શકે છે. પરિગ્રહના ગુલામ બનીને લાખે કરેડાની માલમત્તા ભેગી કરે છે. તેનો ઉપયોગ શરાબપાનમાં, પરસ્ત્રીગમનમાં, વેશ્યાગમનમાં, જુગારમાં કરીને તથા ઇન્દ્રિયાની ઉત્તેજના માટે સુવર્ણ ભસ્મ, અભ્રકભસ્મ, લેહભસ્મ, ઉપરાંત મલાઈ ભરેલા દૂધના વાટકા ગટગટાવી લેવાને અવસર ભૂલી શકતા નથી, માટે આવા મનુષ્ય પણ સાતે કર્મોના ભારથી વજન દાર બનેલા હોવાથી એકેન્દ્રિયાવતારને મેળવે તે અસંગત નથી.
(ઉપરની વાતો સૂક્ષ્મ અપર્યાપ્તક પૃથ્વીકાયિકથી લઈને બાદર વનસ્પકયિકે સુધી જાણવી.)
પૃથ્વીકાયિક જીવો કેટલી પ્રકૃતિના વેદક છે?
હે પ્રભે ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવો કેટલી કર્મ પ્રકૃતિઓને વેદે છે? કર્મોના ભેગવટાને વેદન, વિપાક તથા રસાનુભવ કહેવાય છે.
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! નિકૃષ્ટતમ પાપકર્મોના ઉદયને ભેગવનારા સૂક્ષમ અર્યાપ્તક પૃથ્વીકાયિક જીવે હોય છે. જેઓ પિતાના સ્થાનમાં રહીને ૧૪ કર્મપ્રકૃતિઓને જોગવી રહ્યાં છે, તે આ પ્રમાણે –