________________
૩૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સગ્રહ
સ્થાનામાં વનસ્પતિકાયિકા રહે છે. કેમકે-“ જ્યાં જ્યાં પાણી હાય ત્યાં ત્યાં વનસ્પતિ હાય છે.
,,
શેષ હકિકતા પ્રજ્ઞાપનાસૂત્રના બીજા પદ્મ વડે જાણવી.
એકેન્દ્રિયાને કમ પ્રકૃતિએ કેટલી હાય છે ?
હે પ્રભુ ! અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવાને ક પ્રકૃતિએ કેટલી કહી છે એટલે કે સત્તામાં કેટલી કહેલી છે ? પ્રશ્ન અપર્યાપ્ત સૂક્ષ્મ જીવાને માટે છે, પરંતુ યાવત્ શબ્દથી ચારે પૃથ્વીકાયિકા માટે જાણી લેવુ.
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! તેમને આઠે કર્યાં હાય છે, કેમકે-માયાવશ અને મિથ્યાત્વવશ કરાયેલા કર્માં જ્યાં સુધી વેઢવામાં ન આવે ત્યાં સુધી તેમની સત્તા જૈન શાસનને સ્વીકાય છે. પૃથ્વીકાયના ચારે ભેદોના જીવાને આઠે કર્માં કહ્યાં છે, તેવી રીતે બીજા એકેન્દ્રિયા માટે પણ જાણી લેવાનુ છે.
એકેન્દ્રિય જીવા કેટલી કમ પ્રકૃતિને બધે ?
હે પ્રભુ! પાંચે પ્રકારના એકેન્દ્રિય જીવે કેટલી ક પ્રકૃતિના બંધ કરી શકે ?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! તે જીવે આયુષ્યકર્મીના અધયી ન કરે તે સાત મેનેિ ખાંધે છે અને આયુષ્યનું મધન કરે તે આર્ટ કર્યાંનુ બંધન માન્ય છે. પ્રશ્ન પૃથ્વીંકાયિકાના હાવાથી બાકીના એકેન્દ્રિયાને માટે પણ જાણવું.