________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૯૩ , અગ્નિકાયિકાના સ્વસ્થાને
હે ગૌતમ! સ્વસ્થાન વડે મનુષ્યક્ષેત્રના અઢી દ્વીપમાં, સમુદ્રોમાં તથા પ્રતિબંધ ન હોય તે પંદર કર્મભૂમિમાં અન્યથા પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં પર્યાપ્તબાદર અગ્નિકાયના જીના સ્વસ્થાને છે. જંબુદ્વીપ, ઘાતકીખંડ અને અર્ધ પુષ્કર દ્વીપ તથા લવણસમુદ્ર અને કાલેદધિ સમુદ્ર અઢીદ્વીપ જાણવા. પ્રતિબંધ ન હોય એટલે કે અતિ રૂક્ષ કે અતિ સ્નિગ્ધકાળ ન હોય ત્યારે પંદર કર્મભૂમિમાં અન્યથા મહાવિદેહ ક્ષેત્રમાં અગ્નિકાયિકે જાણવા. પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં સુષમાસુષમા, સુષમા અને સુષમદુષ્મા આ ત્રણ આરા અતિ સ્થિગ્ધકાળવાળા જાણવા તથા દુષમદુઃષમ નામને છઠ્ઠો આરે અતિ રૂક્ષ કહેવાય છે, તે કાળમાં અગ્નિને વિષેદ હોય છે માટે જ આ અવસર્પિણીના ત્રીજા આરાને ચરમ ચરણ પણ સમાપ્ત થવાની તૈયારીમાં હતા ત્યારે અગ્નિની ઉત્પતિ થઈ હતી જે પાંચમા આરાના અંતિમ દિવસે લેપ થશે. લવણ અને કાલેદધિ સમુદ્રમાં વડવાગ્નિ હોય છે.
વાયુકાયિકાના સ્વસ્થાન
સાત ઘનવાત, સાત ઘનવાત વલય, સાત તનુવાત, સાત તનુવાત વલય, પાતાલ કળશાઓ, ભવને, ભવન પ્રસ્તરે, ગવાક્ષે, નર, નરકાવલિકા, પ્રસ્તરે, કપ, વિમાનમાં તથા ચારે દિશાના લેકાકાશમાં પર્યાપ્ત બાદર વાયુકાચિકેના સ્વાસ્થાન છે. શેષ પૂર્વવત. વનસ્પતિકાયિકોના સ્વસ્થાનઃ
સાત ઘોદધિ, ઘને દધિવલય, પાતાળકળશા, ભવનપતિના ભવને, પ્રસ્તરે, કપ, વિમાને, વિમાનાવલી ઈત્યાદિ