________________
શતક ર૧ : ઉદેશે-૧
શાલિ આદિના મૂળમાં જીવે ક્યાંથી આવે છે?
હે પ્રભે! શાલિગ્રહિ-ઘંઉ અને જવધાન્ય વિશેષની વનસ્પિતિના મૂળમાં ઉત્પન્ન થનારે જીવ કઈ ગતિમાંથી આવે છે? જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ ! તેના મૂળમાં આવનારે જીવ તિર્યંચ અને મનુષ્ય ગતિમાંથી આવીને જમે છે. યદ્યપિ દેવલેકના ભંગ વિલાસમાં ચકનાચૂર બનેલા દેને પણ વનસ્પતિકાયમાં જન્મ લેવાનું ભાગ્યમાં લખાયેલું છે. તે પણ તેઓ મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ (કુંપલ) અને પાંદડારૂપ વનસ્પતિના જઘન્ય સ્થાનમાં જન્મતા નથી અને પુષ્પ, ફળ તથા બીજરૂપે જન્મ ધારણ કરે છે. સારાંશ કે તિર્યંચ અને મનુષ્ય ગતિના જીવને વનસ્પતિકાયના દશે સ્થાનમાં જન્મ લેવા માટે દ્વાર ઉઘાડા છે.
જઘન્યથી એક-બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કે અસંખ્યાતા જીવો એક સમયે મૂળરૂપે જન્મે છે. ત્યાં એટલા બધા જીવે છે કે તેમને અપહાર અસંખ્ય ઉત્સર્પિણ કે અવસર્પિણી સુધી પ્રતિસમય અસંખ્યાત-સંખ્યામાં કરવામાં આવે તે પણ બધાય જીવે ત્યાંથી બહાર કાઢી શકાતા નથી. તેઓની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી બેથી નવ ધનુષ્યની છે. જ્ઞાનાવરણીયાદિ કર્મોના બાંધનારા, વેદનારા અને ઉદી કરનારા છેસારાંશ કે તેઓને