________________
પૂર્વ ભૂમિકા તેમાં ભગવતી સૂત્ર બધાય સૂત્રમાં બૃહત્કાય, દેવઅધિષ્ઠિત હોવાથી પૂજ્યતમ છે. દ્રવ્યાનુયેગ, ગણિતાનુયેગ, ચરણકરણનુગ અને કથાનગના જ્ઞાનને સાગર છે. ચાર જ્ઞાનના માલિક ગૌતમસ્વામીજી પ્રશ્ન પૂછનારા છે અને કેવળજ્ઞાનના માલિક ભગવંત મહાવીરસ્વામી ઉત્તરદાતા છે.
શતક: ૨૧-૨૨-૨૩ આ ત્રણે શતકને વિષય તુલ્ય હોવાથી તેમને સમિ લિત કર્યા છે. આમાં શાલિ, વ્રીહિ, ઘંઉ આદિના ક્રમશઃ આઠ, છ અને પાંચ વગ છે અને પ્રત્યેક વર્ગના મૂળ, કંદ, સ્કધ, ત્વચા, શાખા, પ્રવાલ, પાંદડાં, પુષ્પ, ફળ અને બીજ નામે દશ દશ ઉદ્દેશા છે, તેથી ૨૧મા શતકના ૮૦ ઉદ્દેશા, ૨૨મા શતકના ૬૦ ઉદ્દેશ અને ૨૩મા શતકના પ૦ ઉદ્દેશ છે. - આ બધામાં ૧૧મા શતકના પહેલા ઉદેશામાં વર્ણન વાયેલા “ઉત્પલ”ની જેમ ઉત્પાદ, અપહાર, અવગાહના, કર્મબંધક, વેદક, ઉદય, ઉદીરક, લેશ્યા દષ્ટિ, જ્ઞાન, વેગ, ઉપગ, ગંધાદિવર્ણ, ઉચ્છવાસ, આહારક, અનાહારક, વિરતાવિરત, ક્રિયા, બંધ, સંજ્ઞા, કષાય, વેદ, વેદ બંધકત્વ, સંજ્ઞીઅસંસી, ઈન્દ્રિય, સ્થિતિ, ગમનાગમન, આહાર, સ્થિતિ, સમુદ્ધાત, સમવહત્વ ઉદ્દવર્તન, અનેક કે અનંતવાર જન્મવું, આ પ્રમાણે ૨૩ પ્રકારે વિચાર કરવાનું છે. જે પ્રજ્ઞાપના સૂત્રમાં વ્યુત્ક્રાંતિ પદમાં સવિશેષ હોવાથી તેમજ આ પુસ્તકના બીજા ભાગમાં ૧૧મા શતકના પહેલા ઉદ્દેશામાં વિસ્તારથી ચર્ચાયેલ વિષય હોવાથી ત્યાંથી જ જાણી લેવા ભલામણ છે.