________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જણાવી શકાય છે. માટે તેનાથી અતિરિક્ત બીજું એકેય જ્ઞાન શુદ્ધ પૂર્ણ અને ચિરસ્થાયી નથી, માટે અનંતરેય પદાર્થોને પ્રત્યક્ષ કરનારા કેવલી ભગવંતે જ દેવાદિદેવ છે, તીર્થકર છે અને સર્વજ્ઞ છે. તેથી તેમના નિગ્રન્થ પ્રવચન પર શ્રદ્ધા રાખવી શ્રેયસ્કર છે.
બધાય શાસ્ત્રોને અભ્યાસ કર્યા પછી નિષ્પક્ષ દૃષ્ટિએ કહેવું પડશે કે અરિહંતેના શ્રીમુખે પ્રકાશિત દ્વાદશાંગી જ સર્વશ્રેષ્ઠ આગમ છે. જેમાં સ્વર્ગ, નરક, તેમના આવાસે, વિમાને, નિગોદથી લઈ ઈન્દ્ર સુધીના અનંત છે, તેમના કર્મો, ગતિએ, આગતિઓ, સંસારનું પરિભ્રમણ ઉપરાંત પૃથ્વીકાયિક, અપ્રકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિકે અને ત્રસકાયિકોનું સ્પષ્ટ–વિશદ અને સાંગોપાંગ જ્ઞાન જોવા મળે છે. વનસ્પતિના મૂળમાં, સ્કંધમાં, છાલમાં, પુષ્પમાં અને ફળમાં કે જીવ કયાંથી આવે છે? કયાં જશે? કેટલી સંખ્યામાં છે ત્યાં વિદ્યમાન છે? આ બધાયનું જ્ઞાન દ્વાદશાંગીમાં સ્પષ્ટ આલેખાયેલ છે. કદાચ કઈ કહે કે-નરકના કીડા કે દેવલેકના વિમાનેનું જ્ઞાન જરૂરી ન હોવાથી તેની જાણકારીની શી આવશ્યક્તા છે? કેવળ જરૂર પૂરતું જ જ્ઞાન થાય તે જરૂરી છે. પરંતુ તેમનું કહેવું યથાર્થ નથી કેમકે આપણે જીવ પૂર્વભવમાં અનંત ભ કરી ચૂક્યો છે. જ્યાં બીજા અનંત છે સાથે રાગાત્મક કે દ્વેષાત્મક સંબંધેથી જોડાયેલું હોવાથી ક્યો જીવ ક્યારે સ્મૃતિમાં આવશે? અથવા તેની સાથે બાંધેલા શુભાશુભ કર્મો ક્યા સ્થાને, સમયે તથા કેવી સ્થિતિમાં ભેગવવાના રહેશે? તે પોતે જ જાણતું ન હોય તે બીજાને જણાવવામાં શી રીતે સમર્થ બનશે?
આ કારણે કેવળીના પ્રરૂપેલા આગમ જ શ્રુતજ્ઞાન છે.