________________
(
પૂર્વ ભૂમિકા
આકાશ જડ દ્રવ્ય હોવા છતાં પણ ઘટાકાશ, પટાકાશ આદિના પર્યાયેથી જ જાણી શકાય છે.
અને પરમાત્મા જે પરમાત્મા પણ સાકાર, નિરાકાર, સગુણ, નિર્ગુણ આદિ ગુણ પર્યાને કારણે સૌને માટે પૂજનીય, વંદનીય અને દર્શનીય બનવા પામે છે.
તેવી રીતે માનવ, બાળ, યુવા, વૃદ્ધ, દેવ, દેવી, ગાય, હાથી, બળદ, કબૂતર, કીડી, ઈયળ, માખી, મચ્છર, સર્પ, વિષ્ણુ આદિ અનંતાનંત શરીર પર્યાને જાણ્યા વિના એકલા
છવદ્રવ્યને તમે શેતતાં જોતાં અનંત ભ કરીને થાકી જશે તે પણ કયાંય જોઈ શકે તેમ નથી. આ કારણે જ કોઈપણ દ્રવ્ય, તત્વ કે પદાર્થ માત્રનું યથાર્થ જ્ઞાન મેળવવાને માટે તેના ગુણ પર્યાનું સર્વાગીણ જ્ઞાન મૌલિક કારણ છે, તે વિના કેઈનું પણ વિપરીત જ્ઞાન-સંશયજ્ઞાન કે અજ્ઞાન મટવાનું નથી.
હે ગૌતમ! અનંત સંસારમાં દ્રવ્યે, સ્કંધ, પરમાણુઓ, જીવાત્માઓ તેમના કર્મો અને શુભાશુભ કર્મોના ભેગવટાઓ પણ અનંત છે. જેને ચર્મચક્ષુને માલિક છવસ્થ કેઈ કાળે જાણી શકવાને નથી, કેમ કે આત્માની અનંતજ્ઞાન તથા દર્શન નની શક્તિને અવરોધનારા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મેહનીય કર્મોરપી ઘાતક આત્માના એક એક પ્રદેશમાં પિતાની સત્તા જમાવીને બેઠા છે. કેવળજ્ઞાનની ભૂમિકાને પ્રાપ્ત કરેલ મહામાનવ જ યથાખ્યાત ચારિત્રવડે તે કર્મોને નિર્મૂળ કરે છે અને કેવળજ્ઞાનને માલિક બને છે. જે આત્માને મૂળ ખજાને છે તે વડે જ સંસારને પ્રત્યેક દ્રવ્ય પોતાના મૂળ સ્વભાવે યથાર્થ જાણું અને બીજાને