________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ હતાં ત્યારે તે બાજુ લક્ષમીદેવીના લાડકવાયા શ્રી ધન્નાજી, શાલીભદ્રજી તથા પતિતકૂળમાં જન્મેલા, પંચ મહાવ્રતાથી દેદીપ્યમાન મેતારજમુનિ અને દલિતકૂળમાં જન્મ લેનારા શ્રી હરિકેશી મુનિરાજ મુનિધર્મમાં પૂર્ણરૂપે મસ્ત બનીને સમવસરણમાં શોભી રહ્યાં હતાં.
તે કાળે તે સમયે સમવસરણમાં બિરાજમાન થયેલા ભગવત મહાવીરસ્વામીએ ફરમાવ્યું કે, હે ભાગ્યશાલિએ ! તમે સૌ તમારા જીવનમાં નવા નવા તત્વજ્ઞાનની પ્રાપ્તિ અર્થે હંમેશા જાગૃત રહેશે. કારણ કે સમ્યજ્ઞાન જ આત્માની અમેધશક્તિ હોવાથી અનાદિકાળથી સ્થાન જમાવીને બેઠેલા કામ, ક્રોધ, મદ, માયા, લેભ અને રાગદ્વેષાદિ અંતરંગ શત્રુઓની શક્તિ કમજોર પડશે અને તમારે આત્મા પિતાની અનંત શક્તિઓને વિકાસ સાધતે આગળ ને આગળ વધશે. સાચે આત્મજ્ઞાની પ્રત્યેક દ્રવ્ય, ગુણે અને પર્યાનું યથાર્થ જ્ઞાન મેળવવાને માટે પ્રયત્ન કરે છે, કેમ કે, એકેય દ્રવ્ય, ગુણ તથા પર્યાય વિનાનો નથી તેમ ગુણ અને પર્યાય દ્રવ્યથી અતિરિક્ત બીજે ક્યાંય રહી શકતા નથી. ગુણે દ્રવ્યના સહભાવી અને પર્યાયે કેમ ભાવી હોવાથી તારતમ્ય ભાવે ગુણે ઓછાવતા થઈ શકે છે જ્યારે પર્યાને રૂપાંતર થતાં તે તે પર્યાના નામે દ્રવ્ય સંધાય છે, જેમ કે વનસ્પતિ દ્રવ્ય છે માટે લીમડા, આંબા, બાવળીયા, કમળ, ભાજીપાલા, શેવાળ આદિના પર્યાને છોડી બીજે કયાંય રહેતું નથી.
સુવર્ણ પણ બંગડી, વીંટી, કંદોરે, લગડી આદિ બીજા અસંખ્ય પર્યામાં વિદ્યમાન હોય છે.
ખેતરમાં થતું રૂ” પણ છેતી, ખમીસ, રૂમાલ, પેન્ટ, ગંજીફરાક આદિ પર્યાને લઈ તેની ઉપયોગિતા છે.