________________
જ્ઞાનલક્ષ્મનિધાન શ્રી ગૌતમસ્વામીને નમઃ googsponsoooooo-oooocon
નમે નમઃ શ્રી પ્રભુ ધર્મસૂરયે ! BoooooooooooooooooooooB
શ્રી ભગવતીસૂત્ર સાર સંગ્રહ
ભાગપૂર્વ ભૂમિકા
- દેવેની અલકાપુરી કે અમરાવતી સાથે સ્પર્ધા કરનારી મગધ દેશના રાજધાનીપદને શેભાવનારી ઇતિહાસ પ્રસિદ્ધ રાજગૃહી” નામની નગરી હતી. ગ્રામાનુગ્રામ વિહાર કરતા અને પોતાના ચરણકમળથી પૃથ્વીતલને પાવન કરનારા, દેવાધિદેવ, ચરમ તીર્થકર, મહાવીરસ્વામી તે નગરીમાં પધાર્યા અને દેવેએ સમવસરણની રચના કરી, પૂર્વાભિમુખ ભગવંતના ચરણમાં બાર પર્ષદા બેઠી છે. જેમાં મગધ દેશાધિપતિ, આવનારી વીસીમાં તીર્થકર થવાની લાયકાત ધરાવનારા શ્રેણિક મહારાજા બેઠા હતાં. અનેક ભાગ્યશાલિઓને જૈન શાસનના દ્વાર દેખાડનાર મગધદેશના મહામંત્રી શ્રી અભયકુમાર પણ વિનયાવનત થઈ ગ્ય સ્થાને બેસી ગયા હતાં. સતીત્વ ધર્મ મૂદ્ધન્યા, અહિંસા-સંયમ અને તપ સ્વરૂપ જેનશાસનના રંગે રંગાયેલી ચેલ રાણી બેઠા હતાં ત્યારે ગણધર પર્ષદામાં ભાવદયાના ભરેલા અને સૌ કોઈને સમગજ્ઞાનની પ્રાપ્તિ થાય તે માટે પરમાત્માને જૂદા જૂદા પ્રશ્નો પૂછનારા ૪૮ લબ્ધિએના માલિક શ્રી ગૌતમસ્વામીજી આદિ ગણધર બિરાજમાન