________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૨૯૧ કલ્પમાં, વિમાનમાં, વિમાનાવલિકાઓમાં, વિમાનપ્રસ્તરમાં, તળાવ, નદી, હદ, વાવડી, પુષ્કરિણી, દીધિંકા, ગુંજાલિકા, સરોવર, સવરપંક્તિ, સરાસર પંક્તિ, બિલ, બિલપંક્તિ, ઝરણા, છિલ્લર, પલવલ, વપ્ર, દ્વીપ, સમુદ્ર, જળાશય આદિમાં પાણીના છ કહ્યાં છે. જે ઉપપાત સમુદ્યાત અને સ્વસ્થાનથી લેકના અસંખ્યાતમા ભાગે છે.
એક લાખ એંશી હજાર જન (૧૮૦૦૦૦) પ્રમાણુવાળી નરકની પહેલી ભૂમિ સમાપ્ત થયા પછી, અર્થાત્ પૃથ્વી શેષનાગ કે કાચબા સ્થિત નથી પણ ઘને દધિ વલયે પર આધારિત છે, યાવત્ સાતમી પૃથ્વીના નીચે પણ ઘને દધિ વલ છે, તેમાં અપૂકાયિક જીવે છે.
પાતાલ કળશા-લાખ જનની ઉંચાઈવાળા છે. તેના બીજા તૃતીયાંશમાં દેશથી અને ત્રીજા તૃતીયાંશમાં અર્થાત્ ૩૩૩૩૩ એજન પ્રમાણુના પેટવાળા ત્રીજા ભાગમાં આવાં ચાર કળશા મોટા અને નાના કળશે જૂદા તેમાં અપકાયિકે છે.
ભવન, કલ્પ અને વિમાનમાં પાણીની વાવડીઓ છે. સૂત્રમાં વિમાન શબ્દ છે માટે રૈવેયક આદિમાં વાવડીઓ નથી. કુવા, તલાવ ગામડે ગામડે છે. ગંગા, સિંધુ આદિ મેટી અને તે ઉપરાંત બીજી નદીઓ જાણવી. પદ્મહદ આદિ દ્રા, વાવડીઓ ચાર ખુણાની હોય છે, તથા ત્રણ ખુણાની પુષ્કરિણું જાણવી. દીધિંકા એટલે તેફાન વિના સીધી ચાલે ચાલનારી છે અને વાંકી અર્થાત તેફાન કરતી ચાલનારી નદીને ગુંજાલિકા કહેવાય છે. પુષ્પોથી યુક્ત સરોવર, એક પંક્તિમાં સરોવર હોય તે સરપંક્તિ જાણવી. તેવી ઘણી પંક્તિઓને સરકસરપંક્તિ કહેવાય છે. જગતી વગેરે સ્થળે સ્વાભાવિક નાના કુવાને બિલ કહેવાય છે.