________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
3८७ અને બીજો ભાગ્ય બને છે. એક ઘાતક અને બીજા ઘાત્ય છે. એક માર મારે છે, ગાળો ભાંડે છે, અને બીજો સહનશીલ અને છે. આ પ્રમાણે સંસારના અનંત જીવે તમારી આંખને પ્રત્યક્ષ છે, જેમાં સૌના કર્મો જૂદા, ફળે જુદા, રૂપ અને સ્વભાવ જુદા, સંસ્કાર અને સ્વભાવે જુદા, આંખના રંગે, જીભની કડવાશ, અને હૈયાના ભાવે જુદા, કેઈન જેવા પૂરતા સારા, બીજાના ખરાબ, કેઈ જીવ આપણી આંખને ગમે છે, બીજે નથી ગમતે, કોઈની સાથે રહેવામાં, બેસવામાં ગમે છે, જ્યારે બીજાની સાથે ફલેશ થતા વાર લાગતી નથી. એકના હૈયામાંથી અમૃત નીકળશે જ્યારે બીજાના હૈયામાંથી ઝેરનું વમન થશે, એક આપીને, બીજે લઈને, ત્રીજે ઠગીને, ચોથે ઠગાવીને રાજી થશે. કેટલાક જીવે બીજાના પગે ચગદાઈને મરે છે, કેઈક મોટરગાડી નીચે આવીને મરે છે. કેઈક માખી, મચ્છર, માંકણ, ઉંદરા આદિ વિષયુક્ત દવાથી મારે છે. જ્યારે બીજો ભાવદયાથી સૌને બચાવે છે. એક દૂધને વાટકે પીવડાવે છે, બીજે પીવે છે, જ્યારે ત્રીજો ઝેરને વાટકો પીવડાવે છે.
સાકરટેટી, કારેલા, કંકડા, પપૈયા અને આંબાના જીની છાલને એક માણસ ઉતારે છે, ટૂકડા કરે છે અને બીજે સ્વાદપૂર્વક ખાય છે. એકના હાથે એકને એકસીડંટ થાય છે, બીજે તેને હોસ્પીટલમાં લઈ જાય છે અને ડેકટર જીવિતદાન આપે છે. આ પ્રમાણે અને આના જેવા બીજા પ્રકારે આખાય સંસાર આપણું સામે છે. આમ થવાનું કારણ શું? તેને શોધવું જ સમ્યજ્ઞાન કહેવાય છે, બાકી બધુંય મિથ્યાજ્ઞાન છે. આપણે સમ્યજ્ઞાન મેળવીને પરમાત્મપદના આરાધક બનીએ, ત્યારે જ આપણને એક બીજા નાના મોટા ને બચાવવાના ભાવ ઉત્પન્ન થશે અને જીવમાત્રના મિત્ર બનતા વાર લાગશે નહીં.