________________
૩૮૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અપર્યાપ્તક સૂમ વાયુકાયિક પહેલી પૃથ્વીના પૂર્વભાગમાં મરીને પશ્ચિમ ભાગે પર્યાપ્તક સૂક્ષ્મ વાયુકાયિક તરીકે જન્મે ત્યારે સમય મર્યાદા પૂર્વવત્
આ પ્રમાણે અપર્યાપ્ત બાદર કે પર્યાપ્ત બાદર વાયુકાયિક તરીકે જન્મવામાં પણ યાવત્ ત્રણ સમયની મર્યાદા જાણવી.
વનસ્પતિકાયિક માટેની વક્તવ્યતા:
અપર્યાપ્તક સૂમ વનસ્પતિકાયિક છ રત્નપ્રભા નારકીની પૂર્વ દિશામાં મારણાંતિક સમુદુઘાત કરીને મરણ પામે અને રત્નપ્રભાની પશ્ચિમ દિશાના ચરમાંતે –
અપર્યાપ્તક સૂમ વનસ્પતિકાયિક રૂપે. પર્યાપ્તક સૂમ વનસ્પતિકાયિક રૂપે. અપર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક રૂપે. પર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક રૂપે. જન્મ લેવામાં એક-બે કે ત્રણ સમયની મર્યાદા જાણવી.
ઉપર પમાણે પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય આદિ પાંચે સ્થાવરેના સૂમ બાદર પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપે ૨૦ સ્થાનકે થયા.
ઉપરના વિવેચનમાં અપર્યાપ્ત પાંચે સ્થાવરની વક્તવ્યતા કહી છે, એટલે કે રત્નપ્રભા નામની પહેલી નરકભૂમિની પૂર્વ દિશાના ચરમ વિભાગમાંથી અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયને જીવ યદી તે નરકના પશ્ચિમ દિશાના ચરમાંતે સૂક્ષ્મરૂપે, બાદરરૂપે, પર્યાપ્તરૂપે, કે અપર્યાપ્તરૂપે જન્મે તેનાં ચાર સ્થાન અને પાંચ સ્થાવરેના ૪૪ ૫=૨૦ સ્થાન થયા.