________________
૩૮૧
શતક ૩૪મું : ઉદ્દેશક-૧ અગ્નિકાયિકની વક્તવ્યતા ?
અપર્યાપ્ત સૂમ તેજસ્કાયિક જીવે પહેલી નરકના પૂર્વ દિશામાં મરણ પામીને તે પૃથ્વીના પશ્ચિમ દિશામાં અપર્યાપ્ત સૂક્ષમતેજસ્કાયના અવતારે જમે ત્યારે યાવત્ ત્રણ સમય જાણવા.
અપર્યાપ્તક સૂમ તેજસ્કાયિકે પહેલી નરકમાં પૂર્વ દિશામાં મરીને તે પૃથ્વીના પશ્ચિમ દિશામાં જન્મ લેનારા પર્યાપ્ત તેજસ્કાયિકને પણ યાવત્ ત્રણ સમય જાણવા.
આ બે આલાપકે સૂક્ષ્મ અગ્નિના કહ્યા; કારણ કે બાદર અગ્નિ નરકભૂમિમાં હેતે નથી પરંતુ મનુષ્યલેકમાં તેની વિદ્યમાનતા હોવાથી
અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિક રત્નપ્રભાના પૂર્વ દિશામાં મરીને મનુષ્યલકમાં અપર્યાપ્ત બાદર અગ્નિકાય તરીકે જન્મ ત્યારે યાવત્ ત્રણ સમય જાણવા.
અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકે રત્નપ્રભાની પૂર્વ દિશામાં મરીને મનુષ્યલેકમાં પર્યાપ્ત બાદર અગ્નિકાયમાં જન્મવામાં થાવત્ ત્રણ સમય જાણવા.
( આ પ્રમાણે અગ્નિકાયિકના ચાર આલાપ થયા.)
વાયુકાયિકની વક્તવ્યતા
અપર્યાપ્તક સૂક્ષ્મ વાયુકાયિક જીવે રત્નપ્રભાની પૂર્વ દિશાના ચરમાંતે મારણાંતિક સમુદુઘાત કરી, પશ્ચિમ દિશાના ચરમાંતે અપર્યાપ્તક સૂક્ષ્મ વાયુયિક રૂપે જન્મે ત્યારે યાવત ત્રણ સમયની મર્યાદા કહી છે.