________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૮૩ આ જ પ્રમાણે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, અપ્રકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક છ રત્નપ્રભાના પૂર્વ દિશાના ચરમાંતથી નીકળીને તે જ પૃથ્વીના પશ્ચિમ દિશાના ચરમત જન્મે તેને પણ પહેલાની જેમ ૨૦ ભેદ જાણવા. ૨૦+૨=૪૦.
અપર્યાપ્ત બાદર પૃવીકાયિક, અપકાયિક, અગ્નિકાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકના ઉપર પ્રમાણે ૨૦ ભેદ મેળવતાં ૪૦+૨૦=૬૦.
પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકાદિ રત્નપ્રભાના પૂર્વદિશાના ચરમાંતથી નીકળીને પશ્ચિમ દિશાના ચરમાંતે જન્મતા ૬૦+ ૨૦=૯૦ સ્થાને જાણવા.
ઉપરની પદ્ધતિ પ્રમાણે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, પર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકે પણ પહેલી નરકના પૂર્વ ભાગમાં માંથી સમુદુઘાત કરીને પશ્ચિમના અંત ભાગમાં જન્મવાના હોય તે માટે પણ યાવત્ ત્રણ સમયની મર્યાદા જાણવી. પછી ચાહે તે સૂમ, બાદર, પર્યાપ્ત કે અપર્યાપ્ત અપૂકાયમાં, વાયુકાર્યમાં કે વનસ્પતિકાયમાં જન્મ, મનુષ્યલકમાં બાદર પર્યાપ્ત કે અપર્યાપ્ત અગ્નિકાયે જન્મ, અથવા નરકાદિમાં સૂક્ષ્મરૂપે જમે સૌને માટે યાવત્ ત્રણ સમયની મર્યાદા છે. આ ચારે પ્રકારના અપ્રકાયિકે, બે પ્રકારના તેજસ્કાયિક, ચારે પ્રકારના વાયુકાયિકે કે વનસ્પતિકાયિકે ગમે ત્યાં ચારે પ્રકારે જન્મ ધારણ કરે તે પણ યાવત્ ત્રણ સમયની મર્યાદા જાણવી.
રત્નપ્રભાના પૂર્વ ભાગમાં મારણાંતિક સમુદ્દઘાત કરી શર્કરપ્રભાના પશ્ચિમમાં કે શરામભાથી મરીને રત્નપ્રભામાં જન્મે તે પણ પૂર્વવતુ.