________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૭૯ કલ્પના સાર્થક કરી છે, કેમકે કઈક જીવને જન્મ અને મરણ એક જ સમયમાં હોય છે, બીજાને બે સમયમાં, ત્રીજાને ત્રણ સમયમાં, ત્યારે અમુક સ્થાને જવા માટે છેવટે ચાર સમય પણ લાગે છે, કારણ કે ગન્તવ્યસ્થાન યદિ આકાશની સમ શ્રેણિમાં હોય તે એક સ્થાનથી મરવાનું અને બીજા સ્થાને જન્મવાનું એક જ સમયમાં પતી જાય છે. પરંતુ ગન્તવ્યસ્થાને જવામાં એક વળાંક લેવો પડતો હોય તે એટલે કે આકાશની જે શ્રેણિમાં જીવ મરે અને ગન્તવ્યસ્થાન કદાચ તે શ્રેણિમાં ન હોય તે વળાંક લેવા સિવાય બીજો માર્ગ નથી, અને કઈ સમયે બે વળાંક પણ લેવા પડે છે. માટે સમશ્રેણિએ જતાં
જીવને એક સમય, એક વળાંકે બે સમય અને બે વળાંકે ત્રણ સમય લે છે. શ્રેણિઓનું વર્ણન પહેલા કરાઈ ગયું છે.
પૃથ્વીકાયિકાની વક્તવ્યતા
અપર્યાપ્તક સૂક્ષમ પૃથ્વીકાયિક જીવ જે અત્યારે રત્નપ્રભા નામની પહેલી નરક ભૂમિના પૂર્વ દિશાના અંતિમ ભાગે રહેલે છે, તે મારણાંતિક સમુઘાત કરીને, તે પૃથ્વીના પશ્ચિમ દિશાના અંતિમ ભાગમાં સૂક્ષ્મ પર્યાપ્તક પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવાની યેગ્યતાવાળે છે. તેની સમય મર્યાદા એક સમયથી ત્રણ સમય સુધીની જાણવી.
અપર્યાપ્તક સૂક્ષમ પૃથ્વીકાયિક જીવ રત્નપ્રભાના પૂર્વ દિશાના અંતિમ ભાગમાંથી મરીને પહેલી પૃથ્વીના પશ્ચિમ દિશાના છેલ્લા સ્થાને અપર્યાપ્તક બાદર પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવામાં સમયપ્રમાણ પૂર્વવતુ.
અપર્યાપ્તક સૂક્ષમ પૃથ્વીકાયિક રત્નપ્રભાના પૂર્વ દિશાના