________________
૩૭૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જે સ્થાનથી જીવ મર્યો, પાછે તે જ જીવ ત્યાં જ ઉત્પન્ન થત હશે? અથવા વારંવાર જન્મીને મરીને ફરીફરીથી જીવ ત્યાં જ જન્મતે હશે? આવા પ્રકારનું વિધાન જૈન શાસનને માન્ય નથી. આંબાના ઝાડનું પાંદડુ પાનખર માસમમાં ખરી પડે છે. પછી ઝાડને નવી કુંપળ આવે છે તેનું પાંદડું બને છે, તેમાં નવા પાંદડાને પહેલાના ખરી ગયેલા પાંદડાનો જીવ પણ હોઈ શકે છે અથવા બીજે જીવ પણ હોઈ શકે છે, તથા ખરી ગયેલા પાંદડાને જીવ સે ગાઉ દૂરના આંબાના ઝાડે, પાંદડા રૂપે પણ ઉત્પન્ન થઈ શકે છે અથવા આંબલીના ઝાડે, પાંદડે, થડે, શાખાએ કે આંબલીના “બી” રૂપે પણ જન્મી શકે છે. એતદ્વિષયમાં કારણ ફરમાવતાં ભગવંતે કહ્યું કે, “જીવાત્માને અનંત કર્મોની વર્ગણ વળગેલી હોવાથી હજાર, લાખે અને કરડે એની સાથે “ઋણાનુબંધ” એટલે કે જુદા જુદા જીની સાથે કરેલી મારકાટ, વૈરવિધ, છેદન, ભેદન આદિ કર્મોની માયાને ભેગવવાની હોવાથી જે સમયે, મિનિટે કે સેકડે જેની સાથે ઋણાનુબંધ ચૂકાવવાનું હશે, તેને ત્યાં જ જમ્યા વિના બીજો માર્ગ નથી.
આવી પરિસ્થિતિમાં પ્રશ્ન થશે કે નરકને જીવ પિતાની મેળે ફરીથી નરક ભૂમિમાં કે ત્યાં કોઈક સ્થાને એકેન્દ્રિય રૂપે બનવા માંગતા નથી. પરંતુ સમજવાનું કે જન્મ-મરણમાં જીવાત્માની ઈચ્છા ક્યાંય પણ કામે આવતી નથી. પરંતુ તે તે ગતિના આનુપુવી નામકર્મ જે યમરાજનું કામ કરે છે, તે, જીવાત્માને પિતાના કબજામાં લઈને જીવની અનિચ્છા હોવા છતાં પણ જીવને ત્યાં પટકી પાડે છે, એટલે કે જીવને ત્યાં પટકાઈ ગયા વિના છુટકો નથી.
આવી પરિસ્થિતિમાં જૈન શાસને જ આકાશમાં શ્રેણિઓની