________________
૩૭૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૪) પર્યાપ્તબાદર પૃથ્વી, અપૂ, અગ્નિ, વાયુ અને
વનસ્પતિકાય.
આમાંથી સૂક્ષ્મ જીને કેવળી પરમાત્મા જ જ્ઞાન વડે જોઈ શકે છે. જ્યારે બાદર નામ કમને લઈને બાદરત્વને પ્રાપ્ત થયેલા હોવા છતાં, તેમાંથી પણ કેટલાક બાદર જીવે એટલા બધા સૂક્ષ્મ હોય છે જે ચર્મચક્ષુગમ્ય હોતા નથી પણ તેઓ જ્યારે સંખ્યાતા ભેગા મળે છે ત્યારે કદાચ તેમની વિદ્યમાનતાને ખ્યાલ આવે છે અને જે ચક્ષુગમ્ય બાદર જીવે છે તે સૌને માટે પ્રત્યક્ષ જ છે.
સૂક્ષ્મ નામકર્મના કારણે પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ અને વનસ્પતિના છ ચૌદ રાજલેકમાં પૂર્ણરૂપે વ્યાપ્ત હોવાથી સાતમી નરકના એક ખુણામાં પણ તેમની સત્તા હોઈ શકે છે અને દેવકના દેવવિમાનમાં પણ રહેલા હોય છે.
કાજલની ડબ્બીમાં રહેલું કાજલ જેમ ઠાંસી ઠાંસીને ભરેલું હોય છે, તેવી રીતે આ સૂક્ષ્મ જી પૂરા બ્રહ્માંડમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. જીવ અરૂપી અને તેમનું શરીર સૂક્ષ્મ હોવાથી તેઓ અછેદ્ય, અભેદ્ય, અદાહ્ય અર્થાત્ કેઈનાથી છેદાતા નથી, ભેદાતા નથી અને બાળ્યા બળતા નથી, પરંતુ તેમની હત્યા કેવળ માનવના માનસિક વિચારેને જ અધીન છે; કેમકે અસંયમિત એટલે વિરતિ વિનાને પ્રત્યાખ્યાન વિનાને જીવાત્મા હિંસક જ હોય છે. તથા આ સૂક્ષમ છે પણ વિરતિ વિનાના હોવાથી પ્રતિસમયે સાત કે આઠ કર્મોને બાંધનારા છે.
છે ચાહે સૂક્ષમ હોય કે બાદર હોય તે પણ તેમને જન્મ અને મરણ પણ છે. માન્યું કે તેમનું આયુષ્યકર્મ બહુ જ ટૂંકુ હોવાથી આંખના પલકારે જન્મે છે અને મરે છે જેને છદ્મસ્થ માણસ જાણી શકતા નથી.