________________
૩૭૫
શતક ૩૪મું : ઉદ્દેશક-૧ ઉપર પ્રમાણે –
૪ અતિશય જન્મથી ઉદ્ભવેલા. ૧૧ કર્મ ક્ષય પછી ઉદ્ભવે છે અને ૧૯ દેવે કરે છે.
આ પ્રમાણે કેવળી તીર્થકર સાતિશય હોવાથી દેવાધિદેવ પરમાત્મા છે. જ્યારે છદ્મસ્થને જ્ઞાનાવરણીયાદિ કર્મોના કારણે અતિશયે આવૃત હેવાથી સંસારના બધાય પદાર્થો અને એકેક દ્રવ્યના અનંત પર્યાને જાણી શકવાને સમર્થ બનતા નથી. અને સાતિશયી, કેવળી, સર્વજ્ઞ, તીર્થંકર પરમાત્મા જ સંસારના યથાર્થ સ્વરૂપને જાણી શકે છે અને તે જ પ્રમાણે ઉપદેશી શકે છે.
જૈન શાસનમાં અને ખાસ કરી આ પ્રસ્તુત શતકમાં એકેન્દ્રિય જીની ચર્ચા છે, તેના ભેદો આ પ્રમાણે છે.
પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય રૂપે એકેન્દ્રિય જીવના મૂળ પાંચ ભેદ છે. તેમાં એકેકના સૂક્ષ્મ અને બાદર આ બંનેના પર્યાપ્ત અને અપર્યાપ્ત મતલબ કે સૂક્ષમ છે પર્યાપ્ત પણ હોય છે અને બાદર પણ હોય છે. તેવી રીતે બાદર પણ જાણવા. આ પ્રમાણે ૫ ૪૪ = ૨૦ ભેદ જાણવા. (૧) અપર્યાપ્તસૂક્ષમ પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય,
વનસ્પતિકાય. (૨) પર્યાપ્તસૂમપૃથ્વી,અપુ, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાય. (૩) અપર્યાપ્તબાદર પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ અને
વનસ્પતિકાય.