________________
૩૭૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પણ અમે આપશ્રીને મન, વચન અને કાયાથી એકાગ્ર થઈને ભાવપૂર્વક વન્દન-નમન કરીએ છીએ.
(૧૨) દુંદુભિનાદ –સમવસરણમાં બિરાજમાન થઈ પરમાત્મા જ્યારે નવતત્વમયી દેશના આપે છે ત્યારે દેવે પિતાના ઇંદુભિ નાદથી જગતના જીને જાણે નમ્રભાવે કહી રહ્યા છે કે-“હે ભાગ્યશાળીઓ! તમે પ્રમાદને વશ બનીને અનંત ભવેને બગાડી ચૂક્યા છે, માટે આ ભવમાં પ્રમાદને ત્યાગ કરીને સમવસરણ તરફ પધારો અને પરમાત્માની દેશના એકાગ્રચિત્તે સાંભળે. યાદ રાખજો કે–આ ભવને પણ યદિ પ્રમાદવશ બગાડી દીધા તે ફરીથી આ સમવસરણ-દેવાધિદેવ, તેમની સંસાર તારિણી દેશના, તેમનું પાપનાશક મુખકમળ
ક્યા ભવમાં જોવા મળશે તે કહેવું અત્યંત મુશ્કેલ છે, માટે મળેલી બાજીને હારશે નહી. અન્યથા “દીવો લઈને કુવામાં પડવા જેવું થશે.”
(૧૩) અનુકૂળ પવનજન સુધી વાયુ પણ અનુકૂળ શાંત, સુગંધી અને શીતળ થઈને પ્રભુની સેવા કરે છે.
(૧૪) પક્ષીઓ પણ પ્રભુને પ્રદક્ષિણા આપે છે. (૧૫) પંચવણ પુષ્પોની વૃષ્ટિ થાય છે.
(૧૬) સુગંધી જળની વૃષ્ટિ થતાં રસ્તાની ધૂળ વગેરે કેઈને પણ પ્રતિકૂળ રહેતી નથી.
(૧૭) સંયમ સ્વીકાર્યા પછી દાઢી આદિના વાળ પુનઃ ઉગતા નથી.
(૧૮) જઘન્યથી ક્રોડ દેવે સેવામાં હાજર હોય છે. (૧૯) છએ ઋતુઓ પ્રભુને અનુકૂળ હેય છે.