________________
૩૭૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૫) અને મુનિરાજનું સ્મરણ કરાવે તેવી કાળા રંગની
ધ્વજાઓ છે. અથવા જૈનશાસને રુચિને સમ્યગદર્શન તરીકે ઓળખાવી છે અને સાહિત્યકારેએ તે રૂચિને પીળા વર્ણની કહી છે. હરો રંગ સમ્યફ ચારિત્રને સૂચિત કરે છે, કારણ કે–ચારિત્રની આરાધનાથી જ માનવનું જીવન હર્યુંભર્યું છે, એટલે કે આનન્દ મંગળને દેનાર ચારિત્ર છે અને સફેદ રંગથી સમ્યગજ્ઞાન સૂચિત થાય છે, કેમકે જ્ઞાન એ ઉજળું છે. આવી રીતે ઈન્દ્રવજામાં રહેલી રંગબેરંગી ધજાઓ પંચપરમેષ્ઠી તથા જ્ઞાન, દર્શન અને ચારિત્રને સૂચવનારી છે.
(૬) સુવર્ણ કમળ –તીર્થંકર પરમાત્માએ જ્યાં વિહરતા હોય છે, ત્યાં દેવે સુવર્ણન નવ કમળને મૂકે છે, તેમાંથી બે કમળ પર પરમાત્માના ચરણે પડે છે અને જે પાછળ રહેલા કમળે છે તેને દેવે આગળ આગળ લાવીને મૂક્તા જાય છે.
(૭) સમવસરણમાં ત્રણ ગઢ –ત્રણે લેકમાં વ્યાપ્ત થયેલા પરમાત્માના કાંતિ, પ્રતાપ અને યશને જાણે એકત્ર કરતાં હોય તેમ સમવસરણમાં દેવે ત્રણ ગઢની રચના કરે છે. તેમાં પહેલે ગઢ રને ને, બીજે સુવર્ણને, અને ત્રીજે રૂપાનો હોય છે. કાંતિને રંગ લાલ રંગ જેવો, પ્રતાપને રંગ અગ્નિ જે અને યશને રંગ સફેદ હોય છે, માટે ગઢ પણે માણિક્ય, સુવર્ણ અને ચાંદીના હોય છે.
(૮) ચતુર્મુખ –સમવસરણમાં બેઠેલી પર્ષદાને પિત. પિતાની સન્મુખ ભગવાન દેખાય તે માટે પૂર્વ દિશામાં પરમાત્મા સ્વયં બિરાજમાન હોય છે અને ત્રણે દિશાઓમાં, દેવે પરમાત્માના શરીર સદશ બીજા પ્રતિબિંબ મૂકે છે. ત્રણ