________________
શતક ૩૪મું : ઉદ્દેશક-૧
૩૭૧ ચિત્ર વિચિત્ર બનેલા સિંહાસન પર બિરાજમાન થયેલા, માટે ઉદયાચલ પર ઉદય પામતા તેજસ્વી સૂર્યની જેમ ચમકતા તીર્થંકર પરમાત્માને તમે જુઓ તે તમને ખબર પડશે કે આવા અદ્વિતીય મહિમાને ધારણ કરનાર તીર્થકર, અરિહંત પરમાત્મા સિવાય બીજો કોઈ માનવ, દેવ કે દેવેન્દ્ર પણ નથી.
(૪) એ છત્રત્રય -આકાશમાં ત્રણ છગેની વિમુર્વણ કરીને દેવે જાણે કહી રહ્યાં છે કે, હે ભાગ્યશાળીઓ! ચન્દ્રની જેમ ઉજજવલ અને સૂર્યના પ્રતાપ(તેજ)ને પણ અવરોધ કરનાર આ ત્રણે છાની નીચે બિરાજમાન પરમાત્મા અરિહંતમાં જ જાણે ત્રણ જગતનું આધિપત્ય સમાયેલું છે, તેમ જાણીને તે પ્રભુની સેવા કરવાના બહાને તારાઓની સાથે ચન્દ્રમાં પિતે મેતીઓનું રૂપ ધારણ કરીને કહી રહ્યો છે કે “હે જગતના માન ! તમે નિશ્ચયથી જાણી લેજો કે દ્રવ્ય તથા ભાવ અંધકારને નાશ કરવામાં અરિહંત પરમાત્મા સિવાય બીજો કોઈ પણ માનવ સમર્થ બની શકે તેમ નથી.
(૫) ખે રત્નમયવિજ –આકાશમાં રત્નમય ધ્વજ જે ઈન્દ્રધ્વજના નામે સંબોધાય છે, જેમાં જુદા જુદા રંગની ધ્વજ લહેરાઈ રહી છે. ખાસ કરીને પંચ પરમેષ્ઠીની સ્મૃતિ કરાવનારા પાંચ રંગેની ધ્વજાઓ મુખ્ય છે. (૧) અરિહંતદેવને સૂચિત કરાવનારી સફેદ વજાઓ છે. (૨) સિદ્ધાત્માને સૂચિત કરાવનારી લાલ રંગની દવાઓ છે. (૩) આચાર્ય ભગવંતને સૂચિત કરાવનારી પીળા રંગની
વિજાઓ. (૪) ઉપાધ્યાયજીની સૂચક નીલા રંગની ધ્વજાઓ.