________________
૩૭૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૧) બે ધર્મચક્ર –બારે પ્રકારના સૂર્યો કરતાં પણ વધારે પ્રકાશ દેનારા, લાખો ફૂલ લાઈટોને શરમાવનારા અને કરેડની સંખ્યાના હીરાઓના પ્રકાશને પણ નિસ્તેજ કરાવનારા
ધર્મચક્ર”ની વિદુર્વણું કરે છે. તે ચક જાણે પ્રમાદની ઘેર નિદ્રામાં પહેલી માનવજાતને સંબોધન કરતાં કહી રહ્યું છે કે-હે માનવો! આજ સુધી તમે જોહુકમી રાજ્યસત્તાના ચક્રને માનતા આવ્યા છે જે પરાધીનતાની બેડીનું લક્ષણ છે, માટે આત્માની સાચી સ્વતંત્રતા મેળવવી હોય અને ભવ રોગને નાબૂદ કરવા હોય તે અરિહંત પરમાત્માના ધર્મચકને માન્ય કરીને સમવસરણમાં આવે.
(૨) બે ચામર પૂર્ણ વિવેકથી આકાશમાં ચામર વિજાઈ રહ્યાં છે, જેમની દાંડી સુવર્ણની છે અને સ્વયં અતિ ઉજજવળ છે જાણે મેહના નશામાં બેભાન બની બેહાલ થયેલા માનને સંબોધી રહ્યાં છે કે-હે માન! અમે ઠેઠ નીચે સુધી તીર્થંકર પરમાત્માના ચરણોમાં ઝુકીને તેમના જ પ્રતાપે પાછા ઉર્ધ્વગતિવાળા બનવા પામીએ છીએ. તેવી રીતે અમારી જેમ જે ભાગ્યશાળીઓ આ પરમાત્માના ચરણે પિતાનું મસ્તક ઝુકાવશે, તેઓ ચક્કસ સંસારની માયાબેડીમાંથી મુક્ત બનશે અને નિકટના ભવિષ્યમાં ઉર્ધ્વગતિ મેળવનારા બનશે. ખૂબ સમજી લેજે કે સંસારની સેવના દુર્ગતિદાયક છે અને અરિહંતેની દ્રવ્ય તથા ભાવપૂર્વકની આરાધના ઉર્ધ્વગતિને આપનારી છે.
(૩) બે સપાદપીઠ સિંહાસનઃ સ્ફટિક કરતાં વધારે ઉજજવલ પાદપીઠ સાથેનું સિંહાસન રચીને તે દેવે અબુદ્ધ માનવસૃષ્ટિને કહી રહ્યાં છે કે હે માન ! તમે દ્રવ્ય અને ભાવનિદ્રાને છોડો અને જુદા જુદા મણુઓથી દેદીપ્યમાન બનેલી કાંતિવડે