________________
૩૬૯
શતક ૩૪મું : ઉદેશક-૧
નામ અધ્યાત્મી, સ્થાપના અધ્યાત્મ અને દ્રવ્ય અધ્યાત્મી કેવળ લખલુટ પૈસે અપાવી શકશે, માન મરતબ વધારી શકશે, સંસારનું થોડું ભાડુતી ભલું કરાવી આપશે, કારણ કે તેઓ પોતે જ સુખ-શાંતિ તથા સમાધિથી અધુરા છે, સાવ અધુરા છે. તેથી ભાવઅધ્યાત્મની પ્રાપ્તિવાળા કેવળજ્ઞાનીની સેવા જ ખરી સેવા છે, તેમ સમજીને અરિહંત પરમાત્માને મહિમા જન માનસમાં સ્થિત અને સ્થિર બનાવવાને માટે દેવે પ્રતિસમય પરમાત્માના ચરણમાં સેવક-ભાવસેવક બનીને ઉભે પગે તૈયાર જ હોય છે. તથા અહિંસા-સંયમ તથા તધર્મના પ્રચારને જ આધ્યાત્મિક પ્રચાર માનીને પિતાની સંપૂર્ણ શક્તિ વડે અરિહંતની સેવા કરે છે.
- કેઈની પણ રાજ્યસત્તાને અધીન બન્યા વિના, લાલસા " વિના, કે ઈન્દ્ર મહારાજને ખુશ કરવાના આશય વિના જ તીર્થંકર પરમાત્માઓના સેવક બને છે અને
સંસારમાં રમાતા હિંસાના તાંડવ નૃત્યને જોઈને, વિષ્ટાના કીડાની જેમ, દુરાચારમાં ખદબદતા માનવને ઈને
તથા ઈન્દ્રિયની ભેગલાલસામાં જાનવર કરતાં પણ નીચે ઉતરેલા માનવસમાજને જોઈને
ત્રસ્ત બનેલા તે દેવે, સંસારના તે તે ભાવોમાંથી માનવ સમાજને મુક્ત કરાવવાની પવિત્ર ભાવનાને વશ બની તથા અહિંસા, સંયમ અને તપેધર્મમાં પૂર્ણતાને પ્રાપ્ત કરેલા અરિહંતદેવના ઉપાસક બની તથા માનવ સમાજને પણ ઉપાસક બનાવવાના સારા ઈરાદાથી તે દેવે નીચે લખ્યા મુજબના અતિશ કરે છે.