________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ • કર્મ ખખ્યાથી અગ્યાર –
ઘાતી કર્મોની વિદ્યમાનતામાં જે અતિશયે અત્યાર સુધી સત્તામાં હોવા છતાં પણ અદશ્ય હતાં તે કર્મોને સમૂળ નાશ થયા પછી ચરાચર સંસારને માટે દશ્ય બનવા પામે છે, તે આ પ્રમાણે. (૧) જન પ્રમાણે જમીન ઉપર રચાયેલા સમવસરણમાં
પણ કરેડ કરેડ સંખ્યા પ્રમાણુના દેવે, તિર્યંચે અને મનુષ્યોને સમાવેશ કેઈને પણ બાધા પહોંચાડ્યા
વિના થાય છે. (૨) જન પ્રમાણુ સુધી પહોંચી શકે તે અર્ધમાગધી
ભાષાને, દે, જુદા જુદા ભાષાભાષી મનુષ્ય તથા
તિર્યંચે પણ સુખ રૂપે સમજી શકે છે. (૩) ભગવાનના મસ્તકની પાછળ સૂર્યના જેવું તેજસ્વી
ભામંડળ હોય છે, જેમાં પ્રતિબિંબિત પ્રભુના મુખને
કરડે દેવે અને માને જોઈ શકે છે. (૪) પ્રત્યેક દિશામાં સવાસો સવાસે જન પ્રમાણ સુધીમાં
જવરાદિ રોગ ઉત્પન્ન થતા નથી. (૫) પારસ્પરિક વૈર-વિરોધનું શમન થાય છે. (૬) ધાન્યને હાનિ કરે તેવી ઇતિ (ઉંદરે, તીડ, પંખી
આદિ) થતાં નથી. (૭) મારી આદિ ઉપદ્રવે એટલે વ્યાપક રૂપે મરણાદિ
થતાં નથી. (૮) અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ આદિને ઉપદ્રવ બે મર્યાદ
થતું નથી.