________________
૩૬૫
શતક ૩૪મું ઃ ઉદ્દેશક-૧ શક્તિઓને પ્રાદુર્ભાવ થાય છે, તેનાથી તે મહાપુરૂષને અન્યત્ર જોવા સાંભળવા કે વાંચવા પણ ન મળે તેવા અતિશયોની પ્રાપ્તિ થાય છે, જેના કારણે કરોડ કરોડ દેવ, દેવીઓ, ઈન્દ્રો, ઈન્દ્રાણિઓ તેમની સેવામાં પ્રતિસમય હાજર જ હોય છે. તે પછી મત્સ્યલેકના રાજાઓ, મહારાજાઓ, તેમની રાણીએ, પુત્રીઓ, શેઠ, શેઠાણીએ પણ તીર્થકરોના અતિશામાં પિતાનું સર્વસ્વ અર્પણ કરી પિતાના આત્માનું કલ્યાણ સાધે, મહાવ્રત સ્વીકારે, શ્રાવક બને તેમાં શું આશ્ચર્ય ? સારાંશ કે તીર્થકરો જમે ત્યારથી જ ચાર અતિશના માલિક હોય છે તે આ પ્રમાણે –
ચાર અતિશય મૂળના - (૧) રાજા-મહારાજા-બલદેવ, ચક્રવર્તી, નાગકુમાર, વૈમાનિક
દેવ, ઈન્દ્ર તથા ગણધર કરતાં ચડિયાતું શરીર તીર્થંકર પરમાત્માનું હોય છે, જે સર્વથા સ્વાભાવિક તથા પુણ્યકર્મની ચરમ સીમાનું ફળ છે, દ્રવ્ય તથા ભાવનેગ રહિત, પરસેવા વિનાનું તથા ચામડી આદિના મળ
વિનાનું હોય છે. (૨) શ્વાસ આદિમાં કમળ જેવી સુંગંધ હોય છે. (૩) લેહી ગાયના દૂધ જેવું અને માંસ દુધ વિનાનું
જાણવું. (૪) આહાર એટલે ખાવાનું તથા નીહાર (લઘુશંકા તથા
બડીશંકા) ચર્મચક્ષુવાળાઓને માટે અદશ્ય હોય છે. કેવળ અવધિજ્ઞાનીઓને દશ્ય છે. આ ચારે અતિશય જન્મતાં જ સાથે હોય છે.