________________
૩૫૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
નથી, માટે માનસિક જીવનમાં હજારે પ્રકારના વિચારો આવતા હોય છે અને જતા હોય છે, પરંતુ ઉપાશ્રયમાં આવીને ગુરુ દેના વ્યાખ્યાનનું, અહિંસાધર્મનું કે દ્રવ્ય તથા ભાવદયા ધર્મનું શ્રવણ જેમ જેમ થતું જાય છે અને તેમાં રમણતા આવતી જાય છે, તેમ તેમ સમ્યગાનને વિકાસ પણ થત જાય છે. જેના કારણે પાપભીરતા, દયાલતા અને પરોપકારિતાની વૃદ્ધિ થતાં, સર્વથા અનિવાર્યને છોડી શેષ ભેગ્ય કે ઉપગ્ય વસ્તુઓનો ત્યાગ કરશે, તે ત્યાગને અભ્યાસ કરશે અને જેમ બને તેમ તેને મર્યાદામાં મૂકશે. એટલે કે દિનપ્રતિદિન વાપરવામાં આવતા પદાર્થોની પણ મર્યાદા કરશે; કેમકે જે પદાર્થોને ઉપભેગમાં લેવાથી માણસનું શરીર, લેહી-માંસ, બુદ્ધિ અને ઉપભેગમાં લેવાથી માણસનું શરીર, લેહી. માંસ વીર્ય, બળ-બુદ્ધિ અને આધ્યાત્મિક જીવન બગડવા પામે તેવા પદાર્થોને ત્યાગ કરવો એ જ શ્રેયસ્કર માર્ગ છે. બગડેલા શરીરમાં મન પણ બગડેલું રહેશે અને તેના મનમાં આત્મા પણ અશક્ત મડદાલ અને કિંકર્તવ્યમૂઢ રહેશે. ફળસ્વરૂપે અરિહંત પર. માત્માની ઓળખાણ તમે ક્યારે પણ કરી શકવાના નથી.
સંસારને પ્રત્યેક માનવ આરોગ્યને જ ઈચ્છતા હોવાથી તેનામાં જેટલી સાચી કે ખોટી જાણકારી હશે તે પ્રમાણે આરોગ્ય( શરીરની તંદુરસ્તી )ને માટે પ્રયત્ન કરતે હોય છે. તથાપિ તે માનવ જ્યારે આહારસંજ્ઞામય બનીને ઈન્દ્રિયોને ગુલામ બને છે ત્યારે તેના ખાનપાનમાં ફેરફાર થયા વિના રહેતું નથી અને ખાધેલા ખોરાકમાંથી વાયુ, પિત્ત અને કફનું નિર્માણ થાય છે જે શરીરના સંચાલનમાં અતીવ ઉપગી ત હોવાથી તે યદિ સરખાભાવે હોય તે ઈચ્છનીય છે, કેમકે શરીરનું સ્વાચ્ય આ ત્રણેની સમાનતામાં જ રહેલું છે. અન્યથા ત્રણેમાં વિષમતા (ઓછાવત્તાપણું) થતાં વ્યાધિઓને